સ્કૂલના સંચાલકો ફી માંગવા માટે ફોનો કરે છે, છોકરાઓ સાથે આ ઘટના બની સ્કૂલમાંથી એક ફોન નથી આવ્યો: વાલીઓના સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ
*બનાવ બન્યો ત્યારે બે શિક્ષકો અને સિક્યુરિટી ગાર્ડ પણ મેદાનમાં હાજર હોવાના આક્ષેપો*
આજે સવારે શહેરના ખ્યાતનામ
BRG ગ્રૂપની સમા ખાતે આવેલી ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પાંચ વિધાર્થીને ઇજા પહોંચતા વાલીઓના ટોળાં સ્કૂલમાં પહોંચ્યા હતાં અને સ્કૂલની બેદરકારી તથા સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા.
વડોદરા શહેર એટલે સંસ્કારીનગરી અને બાળકોમાં સંસ્કાર ક્યાંથી પ્રાપ્ત થાય છે તો તે થાય છે વિદ્યામંદિરમાંથી આ વિદ્યામંદિર શબ્દ જુના જમાનાનો છે અત્યારે તો આ વિદ્યામંદિરને સ્કૂલ કહેવાય, શાળા કહેવાય છે. વડોદરા શહેરમાં સ્કૂલ ક્ષેત્રમાં ખ્યાતિપ્રાપ્ત નામ ધરાવતું એક ગ્રુપ એટલે BRG ગ્રુપ. BRG ગ્રૂપની સમા ખાતે આવેલી ઊર્મિ સ્કૂલ આમતો નામ ઘણું મોટું પણ દર્શન ખોટા એવું વિદ્યાર્થીના વાલીનું કહેવું છે. અને વાલીને આવું કેમ કહેવું પડે કારણકે લાખો રૂપિયા ભરીને ભણાવતા વાલીઓના બાળકો ઊર્મિ સ્કૂલમાં સલામત નથી. આજરોજ સ્કૂલના બે વર્ગના વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ હતી. જેમાં ધોરણ 10ના છોકરાઓ મોટા ધોરણ એટલે કે ધોરણ -11ના છોકરાઓ સાથે ક્રિકેટ મેચ રમી રહ્યા હતાં. તે દરમિયાન ધોરણ -10ના છોકરાઓની ટીમ જીત તરફ આગળ વધી રહ્યા હતાં. તે દરમિયાન મોટા છોકરાઓએ બે વિધાર્થીઓ ને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ બીજા વિધ્યાર્થીઓ પણ આવી ગયા હતા અને છોકરાઓ પર બેટ તથા પત્થર લઈ તૂટી પડ્યા હતા જેમાં ઓમ પ્રજાપતિ,યક્ષ, કૃપાશ,આર્યન નામના વિધાર્થીને ઇજાઓ પહોંચી હતી. જેથી ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલ (આશિર્વાદ હોસ્પિટલ)ખાતે ખસેડાયા હતા. ઘાયલ વિધાર્થીના આક્ષેપો મુજબ આ મારામારી થઈ ત્યારે બે શિક્ષકો પણ મેદાનમાં હાજર હતા તથા સિક્યુરિટી ગાર્ડ પણ હતા. જેમાંથી અમીત સરે દરમિયાનગીરી કરી વિધાર્થીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ,પરંતુ તેમ છતાં મોટા વિધાર્થીઓએ માર માર્યો હતો.
ઘટનાની જાણ થતાં વાલીઓના ટોળાં સ્કૂલમાં પહોંચ્યા હતાં જ્યાં તેઓએ શાળા ફક્ત ફી લેવા માટે જ ચાલતી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ રીતે મારામારી થઈ હતી અહીં વિધ્યાર્થીઓની સુરક્ષા ની કોઈ વ્યવસ્થા નથી રહી બાળકો સુરક્ષિત નથી સ્કૂલના નામ મોટા અને દર્શન ખોટા જેવી હાલત છે.
અગાઉ સ્વ.બકુલેશ ગુપ્તાના સમયમાં શાળાનું નામ રોશન થયું હતું જ્યારે હાલમાં શાળાની છાપ ખરડાઇ રહી છે
બીઆરજી ગૃપ એક મોટું નામ અને તેમાં પણ જ્યારે સ્વ. બકુલેશ ગુપ્તા તમામ બાબતો પર ધ્યાન આપતા હતા તે દરમિયાન ઉર્મિ સ્કૂલનુ નામ દિનપ્રતિદિન આગળ વધ્યું હતું અને શાળાની ઇમેજ ને કારણે વાલીઓ પોતાના બાળકોને આ શાળામાં એડમિશન અપાવવાનુ વધારે પસંદ કરતા હતા. પરંતુ સ્વ. બકુલેશ ગુપ્તાના નિધન બાદ ઉર્મિ સ્કૂલમાં સ્થિતિ દિવસે ને દિવસે નીચે ઉતરી રહી છે તેવું જણાય છે અહીં મોંઘીદાટ ફી છતાં શાળામાં બાળકો સુરક્ષિત નથી અવારનવાર મારામારીની ઘટનાઓથી શાળાની છાપ અગાઉ જે લોકોના મનમાં હતી તે હવે ઉતરી રહી છે.