Vadodara

એસ.એસ.જી.માં અગાઉ વિવાદોમાં ઘેરાયેલા ડો.રાજીવ દેવેશ્વરની ફરી એકવાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલલમા અગાઉ વિવાદોમાં ઘેરાયેલા ડો.રાજીવ દેવેશ્વરની ફરી એકવાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક

હિંમતનગરથી ડો. રાજીવ દેવેશ્વરની રીટાયરમેન્ટના છેલ્લા દિવસે વડોદરા સુપ્રિટેન્ડેન્ટ તરીકે બદલી કરાઇ

ડો.રંજન ઐયર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (એચ. ઓ. ડી.) તરીકે ફરજ બજાવશે

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

ગત શનિવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો.રાજીવ દેવેશ્વરની નિયુક્તિ કરવામાં આવી હતી.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવા અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ડો.રાજીવ દેવેશ્વરને એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. અચાનક જ હિંમતનગરથી ડો. રાજીવ દેવેશ્વરની રીટાયરમેન્ટના છેલ્લા દિવસે વડોદરા સુપ્રિટેન્ડેન્ટ તરીકે બદલીથી સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે.એમણે ચાર્જ લેતાની સાથે રીટાયરમેન્ટ પણ સ્વીકારી લીધું એજ દિવસે અને નિયમ પ્રમાણે રીટાયર થયેલા અધિકારી એટલે કે આ ડોકટરના વિદ્યાર્થીઓ જે મીટ ટર્મમાં આવા અધ્યાપકો રીટાયર થાય છે તેમને એકસ્ટેશન મળે છે. એમને ત્રણ મહિનાનું એકસ્ટેશન મળ્યું છે. માર્ચ મહિના સુધી ડો. રાજીવ દેવેશ્વર સુપ્રિટેન્ડેન્ટ તરીકે કારોબાર સંભાળશે.
ભાવનગરમાં એમના વિદ્યાર્થીઓ છે. પરંતુ વડોદરામાં એમના કોઈ વિદ્યાર્થીઓ નથી. અને પીજી ડીપાર્ટમેન્ટ વડોદરા એસ.એસ.જી.માં ચાલતું નથી. ડો. રાજીવ દેવેશ્વર ઓર્થોપેડીક વિભાગના વડા હતા.
તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં જે સેક્રેટરી ધનંજય દ્વિવેદી આવ્યા છે. તેઓ રાજસ્થાનથી આવે છે અને એમને આ ડીપાર્ટમેન્ટમાં ઘણું બધુ કરવાની ઈચ્છા છે. એમને કદાચ જાણકારી નહીં હોય કે, ડો. રાજીવ દેવેશ્વરના સમયમાં એસ.એસ.જી. ખાડે ગઈ હતી.વિવાદોનો પર્યાય બની હતી.ખાસ કરીને કોવિડના સમયમાં આડેધડ મેડિકલનુ મટીરીયલ પરચેઝ કરીને સરકારની મંજૂરી સિવાય કરોડો રૂપિયાનું દેવું કોન્ટ્રાકટરનું કરી નાખવાના આક્ષેપો થયા હતા. તે જ રીતે એસ.એસ.જી.હોસ્પિટલમાં ચાલતી જે કેન્ટીન હતી એને પણ સસ્તાભાવે સેટીંગ કરી 20 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. એમની બેદરકારીના લીધે જે તે સમયે કોવિંડ માટે ખાસ નિયુક્ત થયેલા ડો. વિનોદ રાવે સ્પેશ્યલડો. રાજીવ દેવેશ્વરની ભૂલોના કારણે એમની બદલી કરી નાખેલી. સરકારે એ સમયે માન્ય રાખેલી. અને જે તે સમયે ઇ.એન. ટી વિભાગના પ્રોફેસર અને વડા ડો.રંજન ઐયરને કોવિડ કાળના કપરા સમયમાં ડો.વિનોદ રાવે એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નો ચાર્જ સોંપ્યો હતો જે તેમણે સુપેરે નિભાવ્યો હતો અને ભૂતકાળમાં સુપ્રિટેન્ડેન્ટે જે કેન્ટિન વિવાદમાં લાવી દીધી હતી તેને નવેસરથી કેન્ટિન તૈયાર કરાવી હોસ્પિટલ ને ફાયદો થાય તે રીતે કેન્ટિન ભાડે આપી હતી.ડો.રંજન ઐયરના સમયમાં કેમ્પસમાં અસામાજિક તત્વો લગભગ ગાયબ જ થઇ ગયા હતા તથા ગેરકાયદેસર રીતે સાયકલ સ્ટેન્ડ ચલાવનારા તત્વો પણ દૂર કરી દેવાયા હતા.એસ.એસ.જી.હોસ્પિટલમા અગાઉ ઠેરઠેર ગેરકાયદેસર કેબીનો હતી તેને દૂર કરવામાં આવી હતી.ડો.રંજન ઐયરે ડો.વિનોદ રાવ સાથે રહીને એસ.એસ.જી.હોસ્પિટલને નવું સ્વરૂપ આપી જરુરી ડિપાર્ટમેન્ટ ની જરુરીયાત રાજ્ય સરકાર સુધી પહોચાડી હતી જેના પગલે હોસ્પિટલમાં નવી સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને આગામી બે વર્ષમાં હ્રદયના દર્દીઓના ઓપરેશન, આધુનિક સાધનોથી ઓર્થોપેડીક સારવાર કેન્દ્ર, કેન્સર માટેના સાધનો, કિડની માટેના આધુનિક સાધનો તથા અલાયદો બાળ વિભાગ માટેની ગ્રાન્ટ રાજ્ય સરકારે મંજૂર કરી.જે તે સમયે સદનસીબે વડોદરાના મનીષાબેન વકીલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના મંત્રી તરીકે હતા અને તેમની પહેલથી જ આ મદદ મળી હતી. હોસ્પિટલમાં નિયમિત સફાઇ, પાણીની સુવિધામાં સુધારો થયો હતો.સાથે સાથે વિજ લોડ અને આકસ્મિક સંજોગોમાં ઓપરેશન કે પછી દર્દીઓને હાલાકી ન પડે માટે વીજળી લોડ માટે નવા દાતાઓની મદદથી નવા ટ્રાન્સફોર્મર તથા ઓક્સિજન ટેન્ક સેન્ટર ઉભા કર્યા છે.ત્યારે આરોગ્ય વિભાગના સેક્રેટરી ધનંજય દ્વિવેદીએ લીધેલા નિર્ણય થી સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્ય વિભાગમાં નવા પ્રમોશન માટેની પણ જાહેરાત થઇ હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગુજરાતના અંદાજે 20થી વધુ લોકો સમક્ષ છે જેઓને આગામી 10 જાન્યુઆરી સુધીમાં ડેમોસ્ટ્રેશન તથા રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવા જણાવાયું છે. જાન્યુઆરીના અંતમાં આમાથી પંદર જેટલા લોકો નિવૃત્ત થનાર છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નવા સેક્રેટરીના કેટલાક નિર્ણયો થી એસ.એસ.જી.હોસ્પિટલને આગળ ફાયદો થશે કે નુકસાન કે ફરી વિવાદોમાં હોસ્પિટલ ઘેરાશે તે તો સમય જ નક્કી કરશે.

Most Popular

To Top