મંજુસર જીઆઈડીસીની શ્રીજી એગકેમ પ્રા.લી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ભુભૂકી, ફાયર બ્રિગેડે મેજર કોલ ગણી કામગીરી કરી.
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં શ્રીજી એગકેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલ શ્રીજી એગકેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં રવિવારે સાંજે ભીષણ આગની ઘટના બની હતી.જેમાં સંપૂર્ણ ગોડાઉન આગ ના હવાલે થઈ ગયું છે.પ્રાથમિક માહિતી મુજબ શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના પગલે કોઈ જાનહાની નહીં.ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્રણથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા છે.