ખાનગી હોલમાં લારી ગલ્લા ધારકોની બેઠકમાં રણનીતિ તૈયાર :
વિનામૂલ્યે જમા કરેલ સામાન પરત આપવા અને નુકસાનીની ભરપાઈ કરવા માંગ કરાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીથી લારી ગલ્લા ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે, એક બેઠક મળી હતી જેમાં બુધવારે પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી જમા કરવામાં આવેલો લારી ગલ્લા ધારકોનો સરસામાન પિનામૂલ્ય પરત કરવા અને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માંગણી કરવામાં આવશે.
વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્રની ઘાતકી હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસ એકશનમાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનો સપાટો બોલાવી સર સામાન કબ્જે કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ કામગીરીથી લારી ગલ્લા ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. રવિવારે ફતેપુરા વિસ્તારમાં આવેલા એક હોલ ખાતે લારી ગલ્લા ધારકો એક્ટિવિસ્ટો સાથે એક બેઠક મળી હતી. આ અંગે માહિતી આપતા એડવોકેટ શૌકત ઈન્દોરીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જે કાર્યવાહી કરી રહી છે, તે તદ્દન ગેર વ્યાજબી છે અને સ્ટ્રીટવેન્ડર એક્ટ નો પણ સદંતર ઉલંઘન કરી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જે લારી ગલ્લા ધારકોનો સામાન ઉપાડી ગયા છે એમ કહીએ કે લૂંટી ગયા છે એની સામે એક આંદોલનની જે પૂર્વભૂમિકા હોય તેને તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા લગાવી રહ્યા છે, આજીવિકા મેળવી રહ્યા છે, એમની અંદર એક મજબૂતી આવે કે તે પોતે ગેરકાયદેસર નથી. એના માટે એક શહેર લેવલની ચર્ચા ગોષ્ટિ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વડોદરાના એક્ટિવિસ્ટ છે. જે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે. કામદાર યુનિયનો છે શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટો છે, એ બધા જ લોકો આ મિટિંગમાં હાજર રહ્યા હતા.
વડોદરાના લારી ગલ્લા ધારકો અને જે સંગઠન બન્યું છે એક ચળવળ શરૂ કરવામાં આવી છે કેમકે, લારી ગલ્લાવાળા કેબિન વાળાઓને એમની કાયદેસરતા પ્રાપ્ત થાય જે લોકો પોતે એવું વિચારે છે કે, તેઓ ગેરકાયદેસર છે તો એ લોકોને એવું વિચારવું જ નહીં દબાણ તો એ છે કે જે મોટા મોટા બિલ્ડીંગ કોમ્પલેક્ષ, વિશ્વામિત્રી રિવર ઉપર દબાણ કરવામાં આવ્યા છે મોટા મોટા મોલ ઇન્ડસ્ટ્રીઝ એક્સ્ટ્રા બીલીસ કરીને એ ગેરકાયદેસર છે. લારીગલાવાળા ગેરકાયદેસર નથી. કોર્પોરેશન આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકીત કરીને આજીવિકા રોજી છીનવી શકે નહીં. એના માટે નક્કી કરવામાં આવ્યું છે કે, બુધવારના રોજ સાડા ત્રણ કલાકે પીડીત લારી ગલ્લા ધારકો છે એ એમના કુટુંબ સાથે કોર્પોરેશનની વડી કચેરી ખાતે મોરચો લઈને જશે અને જે સામાન ઉપાડી ગયા છે તે વિના મૂલ્યે પરત આપે અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે માંગણી કરીશું. ત્યારબાદ જો સંતોષ નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરીશું તેમ જણાવ્યું હતું.