ગુજરાત હાઇકોર્ટ દ્વારા હરણી બોટ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારો અને ઇજાગ્રસ્તોને કોટિયા કંપની પાસેથી નાણાકીય વળતર મેળવવા માટે તેની રકમ નક્કી કરવા એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ વડોદરાના કલેકટરને આપ્યો હતો.
કલેકટર દ્વારા નિમણૂક થનારા નાયબ કલેક્ટરથી નીચેનો દરજ્જો ના ધરાવતા હોય તેવા અધિકારી સમક્ષ પીડીતો અને કોટિયા પ્રોજેક્ટ દ્વારા વળતર બાબતે રજૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ અધિકારી દ્વારા 8 સપ્તાહ ની અંદર વળતર નક્કી કરી તેનો અહેવાલ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ બોટિંગ બાબત ના નિયમો જાહેર કરી દીધા છે અને ગેજેટમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. કેસની વિગતો મુજબ વડોદરામાં ગત જાન્યુઆરી મહિનામાં ન્યુ સનરાઈઝ સ્કુલ દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં બાળકો હરણી-મોટ નાથ લેક ખાતે બોટિંગ કરવા માટે ગયા હતા. આ બોટ ઊંધી પડી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. સમગ્ર પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ નામની કંપનીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને તેમાં પણ ખોટી પદ્ધતિથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.તેવી વિગતો ઉજાગર થઈ હતી. તેમજ કોટીયા પ્રોજેક્ટ દ્વારા પણ બોટની એક્ટિવિટીને નિભાવવામાં બેદરકારી રાખવામાં આવી હતી તેના ભાગીદારો સામે પોલીસ ફરિયાદ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પણ સુઓ મોટો પીઆઈએલ થઈ હતી તેની સુનાવણી દરમિયાન પીડી તો તરફથી રજૂઆત કરાઈ હતી કે આ કેસમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી બેદરકારી રાખવામાં આવ્યું હોવાથી તેઓને ઉદાહરણીય વળતર ચૂકવવાનો આદેશ કરવો જોઈએ.
મોરબી દુર્ઘટનામાં પણ ઓરેવા કંપની જવાબદાર હોવાથી તેઓ પાસેથી વળતર વસૂલવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલો છે ત્યારે આ કેસમાં પણ વળતર આપવું જોઈએ.
જો કે હાઇકોર્ટે આ બંને કેસની હકીકતો અને ન્યાયિક બાબતો અલગ હોવાથી આ બાબતે વળતરની રકમ નક્કી કરવા માટે એક અધિકારીની નિમણૂક કરવાની જરૂર છે, તેવો મત વ્યક્ત કરીને કલેકટરને આદેશ કર્યો હતો કે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની વળતરની ગણતરી માટેની કામગીરી સોંપવી જોઈએ.
પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે કોટીયા પ્રોજેક્ટને પણ પોતાની રજૂઆત કરવાનો હક રહેશે તેવું હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
By
Posted on