Vadodara

વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ



શહેરના લાલબાગ તળાવથી વિશ્વામિત્રીનદી સુધીની વરસાદી કાસ નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટરે અધુરી છોડી દેતા કોંગ્રેસના કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે.
લાલબાગથી વિશ્વામિત્રી સુધી અગાઉ અઢી કરોડના ખર્ચે કાસ નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 30 ટકા જેટલી બાકી હોય પાલિકાએ બાકીની કામગીરી બીજા ઇજારદરોને આપી હતી. તે ઇજારદાર અધુરી કામગીરી છોડીને જતો રહ્યો છે અને પાઇપ નાખ્યા છે. તેમાં પણ માટી ભરાઈ ગઈ છે અને જૂની કાસ જે રાજમહેલમાંથી જતી હતી જે રાજમહેલમાં બંધ કરવામાં આવી છે . જેનાથી વરસાદી પાણી પાછું આવી રહ્યું છે. જેના કારણે લાલબાગ તળાવની બાજુની સોસાયટીમાં વિના ચોમાસે પાણી ભરાવાની શક્યતા છે. ત્યારે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે અધુરી કામગીરી છોડીને જનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની તેમજ તેની પાસેથી બાકીનું કામ પૂરી કરવાની માંગ કરી છે.



સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું તમારા વિસ્તારમાં લાલબાગ તળાવ કાશી વિશ્વનાથ તળાવ આજુબાજુના તમામ વિસ્તાર જેમાં વારંવાર પાણી ભરાઈ જતું હતું . જેના કારણે સભામાં વારંવાર રજૂઆત કરી ત્યારે વરસાદી ઘાસ બનાવવા માટે અઢી કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ 80 ટકા કામ પતાયા પછી પોતાના રૂપિયા લઈ કામગીરી છોડીને જતા રહ્યા ત્યાર પછી બીજા કોન્ટ્રાક્ટરને આ કામ આપેલ તેઓ પણ અધૂરું કામ છોડી જતા રહ્યા છે. જેના કારણે અમે આ કોન્ટ્રાક્ટર જોડે જ કામ કરાવી બ્લેક લિસ્ટ કરાવો ની માંગ કરી છે. જો આ કામ ના થાય તો આખા વિસ્તારમાં એટલે કે નવાપુરા હોય રાજસ્થંભ સોસાયટી હોય રાજદીપ સોસાયટી હોય સિયાબાગ હોય આખા વિસ્તારમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા વગર પણ પાણી ભરાવાનો ભય રહે છે.

Most Popular

To Top