Vadodara

નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે

પારુલ યુનિ.ની 40 વિદ્યાર્થિનીઓને થયેલા ફૂડ પોઇઝનિંગમાં આરોગ્ય વિભાગે સેન્ડવીચના સેમ્પલ લીધા
પોલીસે માત્ર જાણવાજોગ નોધી સંતોષ માણ્યો
વડોદરા તા. 29
વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીના મેસમાં સવારે બ્રેક ફાસ્ટમા બ્રેડ સેન્ડવીચ ચા, કોફી સહિતનો નાસ્તો કર્યા બાદ 30 થી 40 વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી થવા સાથે ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. તેમ છતાં પોલીસે માત્ર જાણવા જોગ નોંધી સંતોષ માણ્યો છે. પરંતુ આરોગ્ય વિભાગે બ્રેડ સેન્ડવીચના સેમ્પલ લઈને લેબમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખોરાકમાં કોઈ પદાર્થનું મિશ્રણ અથવા સેન્ડવીચ બિન આરોગ્યપ્રદ નીકળશે તો યુનિવર્સિટીને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
વાઘોડિયાના લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિ. ની મેસમાં 40 જેટલી વિદ્યાર્થિનીને નાસ્તામાં બ્રેડ સેન્ડવીચ, કોફી અને સોસ આપવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીનીઓએ નાસ્તો કર્યા બાદ આરતી 12:30 વાગ્યાના અરસામાં એક બાદ એક મળીને 30થી40 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી અને તેમને ઝાડા ઉલટી થઈ ગયા હતા. જેના પગલે ફૂડ પોઈઝનિંગ ભોગ બનનાર વિદ્યાર્થિનીઓને માટે યુનિ. કેમ્પસમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સવારના નાસ્તામાં કારણે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હોય વાઘોડિયા એક છાત્રાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા કહ્યું હતું પરંતુ પોલીસે ફરિયાદ નહીં નોંધીને સંચાલકોને છાવરવાનો પ્રયાસ કર્યો હતો અને માત્ર ફૂડ પોઇઝનિંગની ઘટનામાં પોલીસે જાણવા જોગ દાખલ કરી છે. બીજી તરફ વડોદરા ફૂડ વિભાગની ટીમે ઘટના સ્થળ પહોંચી ગઈ હતી અને જેના કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી તેવા બ્રેડ સેન્ડવીચના કેટલાક સેમ્પલ લઈને ચકાસણી અર્થે લેબમા મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો ખોરાકમાં કોઈ પદાર્થ મિશ્રણ અથવા સેન્ડવીચ બિન આરોગ્યપ્રદ નીકળશે તો યુનિવર્સિટીને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top