Dahod

દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો

દાહોદ:

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એસઓજી પોલીસે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ પશ્ચિમ બંગાળના તબીબને ઝડપી પાડી કુલ રૂા.૧૮,૦૭૯.૨૫ની દવાોનો જથ્થો કબજે કરી પોલીસે બોગસ તબીબને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લો ટ્રાયબલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં જિલ્લામાં લેભાગુ તત્વો તેમજ ખાસ કરીને બોગસ તબીબો દ્વારા ગામડે ગામડે પોતાના ક્લીનીકો ખોલી ટ્રાયબલ વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં આવ્યાં છે. તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળના બોગસ તબીબોનો દાહોદ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં રાફડો ફાટ્યો છે. ભુતકાળમાં પણ આવા બોગસ તબીબોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે ત્યારે પુનઃ એકવાર પશ્ચિમ બંગાળના એક બોગસ તબીબને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. દાહોદ એસઓજી પોલીસને ગતરોજ મળેલી બાતમીના આધારે ભાઠીવાડા ગામે એક મકાનમાં ધમધમી રહેલા ક્લીનીક પર પોલીસે ઓચિંતો છાપો મારી પશ્ચિમ બંગાળના બોગસ તબીબ અશિમભાઈ ધીરેન્દ્રભાઈ બિસ્વાસને ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી કુલ રૂા.૧૮,૦૭૯.૨૫ની દવાઓનો જથ્થો કબજે કર્યાે હતો. પોલીસે બોગસ તબીબ અશિમભાઈ ધીરેન્દ્રભાઈ બિસ્વાસ વિરૂધ્ધ પોલીસે બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————-

Most Popular

To Top