Dahod

દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા

દાહોદ:

દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં દશ દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયેલા વધુ ૦૬ આરોપીઓના આજરોજ પોલીસ રિમાન્ડ પુરા થતાં તમામ ૦૬ આરોપીઓને દાહોદની કોર્ટ દ્વારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવતાં આવનાર દિવસોમાં આ પ્રકરણમાં વધુ આરોપીઓ જેલના સળીયા પાછળ હશેની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.

દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં દશ દિવસ પહેલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા ૦૬ આરોપીઓ જેમાં સામત સાકીર અબ્દુલ રહીમ, ઈદ્રીશ રસુલ જાડા, શબ્બીર ફકરૂદ્દીન ઝરણવાલા, દલાલો દીપક પંચોલી, ગનીભાઈ મન્સૂરી તેમજ પીન્કેશ અગ્રવાલની અટકાયત કરી તેઓને દાહોદની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં. કોર્ટ દ્વારા આ ૦૬ આરોપીઓના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં ત્યારે આ ૦૬ આરોપીઓના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતાં કોર્ટ દ્વારા આ ૦૬ આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાના હુકમો થયા હતા. આ સાથે દાહોદમાં નકલી બિન ખેતીમાં સંડોવાયેલ ભુમાફિયાઓ તેમજ ઈસમોમાં ભારે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે કારણ કે, આવનાર દિવસોમાં પણ આ પ્રકરણમાં ભુમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ થશેની ભારે ચર્ચાઓ વચ્ચે આ નકલી બિન ખેતી પ્રકરણમાં સંડોવાયેલા ઘણા ભુમાફિયાઓ, તેમના મળતીયાઓ અન્ય ઈસમો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ નકલી બિન ખેતી પ્રકરણમાં સંબંધિત સરકારી કચેરીના કેટલાંક અધિકારીઓની પણ સંડોવણી હોવાની ભારે ચર્ચાઓ વચ્ચે આવનાર દિવસોમાં ક્યાં સરકારી અધિકારીઓ સામે પોલીસ સકંજાે કશસે તે સંદર્ભે પણ લોકોમાં ભારે ચર્ચાઓ થવા પામી છે.

—————————————

Most Popular

To Top