વડોદરાના દુમાડ ચોકડી પાસેથી આઠ ફૂટના હોજમાંથી બે ફૂટના મગરનું રેસક્યુ.
ડભાસાની કંપનીમાંથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ગતરોજ બુધવારે ઇન્ડિયન ઓઇલ અદાણી વેન્ચુર્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા લતાબહેનને બપોરે પાણી ભરેલા હોજમાં લગભગ બે ફૂટનો મગર દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. જાણ થતાં ની સાથે કિરણકુમાર શર્મા તથા રોહનભાઇએ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોંચી મગરનું સલામત રીતે રેસક્યુ કર્યું હતું.ત્યારબાદ મગરના બચ્ચાને વડોદરા વન વિભાગના જીગ્નેશભાઈ પરમાર પાસે જમા કરવામાં આવ્યો હતો.
બીજા એક બનાવમાં ગત બુધવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર ડભાસા ગામના કેઅર ગ્રુપ કંપનીમાંથી દક્ષેશભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર કંપનીમાં એક પાટલા ધો ઓફિસ માં આવી ગઇ હોવાનું જણાવ્યું હતું આ કોલ મળતા ની સાથે જ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટનાં અરવિંદ પવાર તથા કાર્યકર રાકેશભાઈ જાદવ સ્થળ પર પહોંચી ગયા હતા અને એક પાટલા ઘો નું સહિ સલામત રીતે રેસ્કયુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું હતું કરેલ છે.