Vadodara

દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ


ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રની હત્યા બાદ શહેરમાં પાલિકા અને પોલીસ દ્વારા ભેગા મળીને ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું છે. રોજ પાંચથી સાત ટ્રક ભરીને સામાન જપ્ત કરીને નિયત કરેલી જગ્યાએ લઈન જઇને મુકવામાં આવી રહ્યો છે. સતત નવ દિવસથી ચાલતી કાર્યવાહીને પગલે હવે સામાન મુકવાની જગ્યા ફુલ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. હવે આ જોતા પાલિકા દ્વારા નવી જગ્યા શોધવી પડશે નહીં તો થોડાક સમય માટે દબાણ હટાવવાની કામગીરી બંધ કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે.

વડોદરામાં વિતેલા છેલ્લા 9 દિવસથી પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરી રહી રહ્યા છે. રસ્તા પરના ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા શેડ, કેબિન, લારી- ગલ્લાઓ, વગેરેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની જડબેસલાક કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે અને જે દબાણોના કારણે અસામાજિક તત્વો અને તેઓ થકી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિથી જેતે વિસ્તારના લોકો ત્રાહિમામ્ થઈ ગયા હતા એનો અંત આવી રહ્યો છે. વર્ષોથી દુર કરવા જોઈએ એ માટે લાંબી વાટ જોઇ, તે હવે હકીકતે થઇ રહ્યા છે. એક સપ્તાહ થી વધારે સમયથી સતત ચાલતી કાર્યવાહીમાં જપ્ત કરેલા સામાનને અટલાદરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં મુકવામાં આવી રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

સતત નવ દિવસથી અહિંયા સામાન મુકવાના કારણે હવે જગ્યા ફૂલ થઇ ગઇ છે. પાલિકા દ્વારા વ્યવસ્થિત રીતે અહિંયા લારી, ગલ્લા અને કેબિનો સહિતનો સામાન મુકવામાં આવ્યો છે. આ સ્થિતીમાં પાલિકા દ્વારા નવી જગ્યા શોધવી પડશે, નહીં તો થોડાક સમય માટે દબાણ હટાવવાની કામગીરીને બંધ કરવી પડશે. વર્ષ 2024માં આ સૌથી લાંબી ચાલેલી દબાણો દુર કરવાની કામગીરી હોવાનું લોકોનું માનવું છે.

પાલિકાના કર્મીએ જણાવ્યું કે, વિતેલા દિવસો થી સવાર અને સાંજની પાળીમાં જપ્ત કરેલો સામાન આવી રહ્યો છે. અમે 100 લારીઓ જમા કરી છે. 9 બાઇક, 1 ટેમ્પો અને 1 રીક્ષા પણ જમા છે. પાંચ દિવસમાં કિર્તિ સ્થંભ, નાગરવાડા, અલ્પના ટોકીઝ, તાંદલજા, મચ્છી પીઠ, કારેલીબાગ તથા અન્ય વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top