Vadodara

વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન આવેલા પૂરે તારાજી સર્જી હતી. જેના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે પુરગ્રસ્ત લોકોને કેશડોલ રૂપે આર્થિક સહાય તેમના બેન્ક ખાતામાં ચૂકવી છે. ત્યારે હવે ભેજાબાજોએ આર્થિક સહાય ચૂકવવાના બહાને ઠગાઈ કરવાની નવી એમઓ બનાવી છે. વડોદરા શહેરમાં આર્થિક સહાય ચૂકવવાના બહાને રીક્ષા ચાલકને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે ભેજાબાજોએ રીક્ષા ચાલક પાસેથી રૂ.37 હજારની મતાની ઠગાઈ આચરી હતી.ત્યારે આજે વધુ બે રીક્ષા ચાલકોને ઝાસામાં ફસાવી તેમની પાસેથી ચાંદીનું કડું તથા રોકડા રૂપિયા મળી રૂ. 31 હજાર ડીકીમાં મુકાવ્યા બાદ ચોરી કરી લીધા હતા.ત્યારે પોલીસે પણ આ સક્રિય થયેલી ટોળકીનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પુર આવવાના કારણે ઘણા લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા.જેના કારણે ઘણા લોકો વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી સરકારે પૂરગ્રસ્ત લોકોને કેશડોલ રૂપે આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરાયું હતું. ઘણા લોકોને તો આર્થિક સહાય રૂપે રૂપિયા તેમના બેન્ક ખાતામાં આપી દેવામાં આવી છે. ત્યારે ઠગોએ આર્થિક સહાય કરવાના હેતુની આડમાં ઠગાઈ કરવાની મોડેસ ઓપરેન્ડી તૈયાર કરી છે. જેમાં ભેજાબાજો દ્વારા હવે હવે લોકોને તમારા ઘરમાં પૂરના પાણીના કારણે ઘણું નુકશાન થયું છે તેવા ફોન કરવામાં આવે છે. ત્યારબાદ આર્થિક સહાયના રૂપિયા આપવાના બહાને અલગ અલગ સ્થળ પર બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ભેજાબાજો દ્વારા જો તમે કોઈ કીમતી વસ્તુ કે દાગીના અને રોકડ હોય પાસેના વાહનની ડીકી માં મુકાવડાવી દેતા હોય છે. ત્યારબાદ રૂપિયા લેવા આપેલા ખોટા સરનામા પર બોલાવે છે. જેવા ભોગ બનનાર ત્યાં તેમના વાહન મૂકીને જાય છે ત્યારે ઠગો તેમના વાહન પાસે આવી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જાય છે. ગઈ કાલે 26 નવેમ્બરે બદામડી બાગ પાસે એક નવાપુરા ખાતે રહેતા રીક્ષા ચાલકને પૂરની સહાય આપવાના બહાને બોલાવ્યા બાદ દાગીના અને રોકડ રકમ રીક્ષાની ડીકીમાં મુકાવી દીધી હતી. રીક્ષા ચાલક રૂપિયા લેવા માટે બતાવેલા સ્થળ પર ગયા હતા કે તુરંત જ આ ઠગો તેમને રીક્ષા પાસે પહોંચી ગયા હતા અને સોનાની ચેન અને રોકડ રકમ મળી રૂ. 37 હજારની મતની ઠગાઈ આચરી હતી. ત્યારબાદ હવે વધુ બે રીક્ષા ચાલકોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બાપોદ ગામમાં રહેતા રીક્ષા ચાલક કરણભાઈ કાનાભાઈ ભરવાડને ફતેગંજ પોસ્ટ ઓફિસ બાદ આરટીઓમાં બીજા માળે બોલાવ્યા હતા. જેવા તેઓ રોકડ 5600 અને તેલનો ડબ્બો લેવા ગયા કે ઠગે તેમની રીક્ષાની સીટ નીચે મૂકેલું ચાંદીનું 15 હજારનું ચાંદીનું કડું ચોરી કરી લીધું હતું. બીજા બનાવમાં પ્રતાપનગર કોલોની પાસે વિજયવાડીમાં રહેતા અરવિંદભાઈ વસાવાને પણ પૂરના રૂપિયા લેવા માટે ખંડેરાવ માર્કેટમાં ચોથા માળે બોલાવ્યા હતા અને કહ્યું હતુંકે તમારી પાસે કોઈ રોકડ હોય તો રિક્ષામાં મૂકીને આવો. જેથી તેઓ રૂ. 16 હજાર રૂપિયા ભરેલું પાકીટ રિક્ષામાં મૂકીને ગયા કે ઠગોએ રોકડ રકમની ચોરી કરી લીધી હતી. તેઓ પરત આવ્યા ત્યારે ડીકી ખુલ્લી હોય ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બંને રીક્ષા ચાલકે તેમના પર આવેલા મોબાઈલ નંબર પર ફોન કરતા પણ સ્વીચ ઓફ આવતો હોય તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

Most Popular

To Top