Vadodara

વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ

સોશિયલ મીડિયાથી પ્રેમ સબંધ બાંધ્યા બાદ બે સંતાનના પિતાએ યુવતીને પાવાગઢ તથા વડોદરા સહિતની હોટલમાં લઈ જઈ કૃત્ય આચર્યું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનો આક્ષેપ

વડોદરા તારીખ 27

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ આણંદના બે સંતાનના પિતાએ બે સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. લગ્નના ખોટા વાયદા આપીને યુવક યુવતીને મળવાના બહાને બોલાવ્યા બાદ તેને પાવાગઢ તથા વડોદરાની હોટલમાં લઈ જઈને તેના પર બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ યુવતી સાથે આચર્યું હતું. આખરે લગ્ન કરવાની ના પાડતા બે સંતાનની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં રહેતા કમલેશ પઢીયાર (ઉં વ.35) પરણિત છે અને તેમને બે સંતાન પણ છે. પ્રાઇવેટ નોકરી કરે છે , કમલેશ પધિયારને સોશિયલ મીડિયાના માધ્યમથી 35 વર્ષીય બે સંતાનની માતા સાથે સંપર્ક થયો હતો. શરૂઆતમાં ફોન નંબરની આપ લે કર્યા બાદ મેસેજ અને વિડીયોકોલ દ્વારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સંબંધ ગાડ બનતા પ્રેમ પાંગર્યો હતો અને બંને એકબીજાને મળતા પણ હતા. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કમલેશ પઢીયાર યુવતીને લગ્નની લાલચ આપીને વડોદરા પાવાગઢ સહિત અલગ અલગ જગ્યાની હોટલોમાં લઈ જતો હતો અને ત્યાં હોટલ તથા રૂમમાં તેના પર કમલેશ પઢિયારે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. જ્યારે યુવતી મળતા આવતી ત્યારે કમલેશ તેને શરીર સબંધ બાંધવા દેવા માંગણી કરતો હતો. જો યુવતી ના પાડતા આખરે તેને યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી જેથી બે સંતાનની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર ગુજારનાર કમલેશ પઢીયારને ઝડપી પાડી મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top