છુટા કરાયેલા કોન્ટ્રાક્ટના કર્મીઓનું સાત દિવસનું અલ્ટીમેટમ ત્યારબાદ ઉગ્ર આંદોલનની ચીમકી
વડોદરાની સરકારી સ્કૂલોમાં ભોજન પહોંચાડતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને છૂટા કરાતા 250 કર્મચારી હડતાલ પર ઉતર્યા હતા જ્યાં આજે કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડોદરા શહેરની તમામ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચાડતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છુટ્ટા કરી દેતા થોડા દિવસ પહેલા તમામ કર્મીઓ કર્મીઓ હડતાલ પર ઉતરી હલાબોલ કર્યો હતો. વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં નહીં આવતા હોવાના આક્ષેપો છુટા કરાયેલા કર્મિયોએ કર્યા છે. ત્યારે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાર ની આગેવાની હેઠળ ૨૦૦ થી ૨૫૦ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી હતી સાથે જ એક અઠવાડિયામાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સાથે રાખી કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવાનું એક અમારો પ્રયત્ન છે જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન જે તમામ બાળકોને મધ્યાન ભોજન પહોંચાડે છે ત્યારે પોતાના કાર્યકર્તા હોવા છતાં પોતાની સંસ્થામાં દિવા તળે અંધારું તેવો ઘાટ, તે તમામ સંસ્થાના અગ્રણીઓ એ જોવાની જરૂર છે કારણ કે જે કર્મચારીઓ છે તે ગરીબ અને મધ્યમ વર્ગના છે આ લોકો પોતે પોતાના પરિવારની રોજી રોટી માટે જ્યારે અક્ષય પાત્ર ફાઉન્ડેશનને ઝીરો માંથી હીરો બનાવ્યું છે ત્યારે આવા કર્મચારીઓને નોકરીમાંથી બે દખલ કરવામાં આવે છે જેને લઈને આજે કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છે તાત્કાલિક ધોરણે છૂટા કરેલા કર્મચારીઓને લેવામાં નહીં આવે તો આવનારા સાત દિવસ બાદ ઉગ્ર આંદોલન કરીશું અને તેની તમામ જવાબદારી લાગતા વળગતા જે પણ અધિકારી છે એની રહેશે.