Vadodara

આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….

સંવિધાન દિવસ નિમિત્તે સમણ સંઘ વડોદરા (કિશનવાડી શાખા સંગતિ, નાથદ્વારા ડભોઈ રોડ શાખા સંગતિ) દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..

સુપર બેકરી ચારરસ્તા થી કિશનવાડી શિંગોડા માર્કેટ ચારરસ્તા થી પરત સુપર બેકરી ખાતે યાત્રા સંપન્ન થઇ

દેશની આઝાદી બાદ તા.26નવેમ્બર 1949 ના રોજ બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના મહાબંધારણને ભારત દેશને અર્પણ કર્યું હતું ત્યારથી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સમણ સંઘ વડોદરા (કિશનવાડી શાખા સંગતિ, નાથદ્વારા ડભોઈ રોડ શાખા સંગતિ) દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સુપર બેકરી ચારરસ્તા થી કિશનવાડી સ્થિત શિંગોડા માર્કેટ ચારરસ્તા થી પરત સુપર બેકરી ચારરસ્તા સુધી આ સંવિધાન યાત્રા યોજવામાં આવી હતી.
આ પ્રસંગે એડવોકેટ હસમુખ મકવાણાએ જણાવ્યુ હતું કે,
26 નવેમ્બર સંવિધાન દિવસ એટલે આપણી સ્વતંત્રતા તરફનું એક મહત્વનું પગલું છે આપણા મહામાનવ વિશ્વ રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરે મહામહેનતે ભારતના વંચિતો/શોષિતો માનવીય જીંદગી જીવી શકે તે માટે બંધારણ સભાના ચેરમેન તરીકે આપણને ઘણા બધા માનવીય અધિકારો મેળવી આપ્યા છે જેને કારણે આજે આપણે માનવીય જીંદગી જીવવા તરફ પ્રયાસ કરી રહ્યા છીએ અને તેથી જ આ દિવસ ખૂબ ખાસ છે અને તેનું ખૂબ જ મહત્વ છે.

Most Popular

To Top