આજે એમ જી રોડ સ્થિત શ્રી રણછોડરાયજી ના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા તથા ઐતિહાસિક તોપની સલામીના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો…
આજના કાર્યક્રમ માટે શહેરમાં લાગેલા બેનરો પર સફેદ પટ્ટા લગાવી દેવામાં આવ્યા છે નવી તારીખ બાદમાં જાહેર કરી શકે છે..
ઐતિહાસિક તોપ માટે જરૂરી ગન પાવડર તથા જરૂરી પરવાનગી સમયસર મળી ન હોવાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે..
આજરોજ સાંજે 6 કલાકે એમ.જી.રોડ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી વિજય યાત્રા નું તેમજ ઐતિહાસિક તોપ થી ભગવાન શ્રી રણછોડરાયજી ને સલામી આપવાનો કાર્યક્રમ યોજાવવાનો હતો.આ કાર્યક્રમ ને લઇને વર્ષોથી મંદિરના પૂજારી જનાર્દન મહારાજ તથા શ્રધ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતાં અને ખૂબ જ ઉત્સાહિત હતા.શહેરમા ઠેરઠેર બેનરો, હોર્ડિગ્સ પણ લાગી ગયા હતા પરંતુ ઐતિહાસિક તોપ માટેના ગન પાવડર અને જરુરી અન્ય પરવાનગી સમયસર ન મળતાં આખરે કાર્યક્રમ મુલતવી રાખવાની નોબત આવી છે.શહેરમા આજના કાર્યક્રમ અંગે લાગેલા બેનરો પર સફેદ પટ્ટા લગાડી દેવાયા છે નવી તારીખ બાદમાં જાહેર કરાય તેવી શક્યતા છે.
શહેરના એમ.જી.રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે.અહી પરંપરાગત રીતે દેવદિવાળી નિમિત્તે તુલસીવિવાહ સમયે આ ઐતિહાસિક તોપ ફોડી રણછોડરાયજી ને સલામી આપવામાં આવતી હતી જે પરંપરા વર્ષ 1995ના દેવદિવાળી પર્વે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી આ પ્રસંગે તોપમાથી તણખાં ઉડતા બે વ્યક્તિઓ સામાન્ય દાઝ્યા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી જેના પગલે કલેક્ટરે આ ઐતિહાસિક તોપને કબજે કરી હતી જેના કારણે દોઢસો વર્ષોથી ચાલતી આ પરંપરા બંધ કરી દેવાઇ હતી જેના કારણે ભક્તોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી અને જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં ગયા હતા જેમાં ચાર વર્ષની લડતમાં કોર્ટે આ ઐતિહાસિક તોપ મંદિરના પૂજારીને એ શર્તે પરત આપવામાં આવી હતી કે જ્યાં સુધી છેલ્લો ચૂકાદો આ મામલે ન આવે ત્યાં સુધી તોપ ફોડવી નહીં.આ તોપ 179વર્ષ જૂની છે જેના પરની પિતળની ધાતુ સંપૂર્ણ સુરક્ષિત છે અગાઉ બે વાર એટલે કે વર્ષ -2000મા તથા વર્ષ -2010મા કોર્ટના હૂકમથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારીએ ચૂકાદો ન આવે ત્યાં સુધી પગરખાં પહેરવાની માનતા રાખી હતી આખરે કોર્ટે ચુકાદો આપતાં 29વર્ષે મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પગરખાં ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી તથા આજરોજ એમ.જી.રોડ સ્થિત નિજ મંદિરથી શ્રી રણછોડરાયજી ની ભવ્ય વિજયયાત્રા સાંજે છ કલાકે નિકળનાર હતી અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિર થી પરત નિજ મંદિરે ફરવાની હતી તથા અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજી ને સલામી અપવાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત ધર્મયાત્રા મહાસંઘના સંયોજક શૈલેષ શુકલ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના હતા વર્ષોની રાહ પછી શ્રધ્ધાળુઓમાં ખુશીનો માહોલ હતો પરંતુ ઐતિહાસિક તોપ માટે ગન પાવડર અને જરુરી પરવાનગી સમયસર મળી નથી તથા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ બાદ પરવાનગી આપવાનું નક્કી કરાયું હોય નેતાઓ પણ આ બાબતે દોડતા થયા હતા પરંતુ હાલ આજે થનારી વિજયયાત્રા તથા ઐતિહાસિક તોપની સલામીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.