Vadodara

અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…

રેલવે ફાટક પાસેથી પસાર થતી વેળાએ અજાણ્યા વાહને અડફેટમાં લેતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના એક મહિલા ગત તારીખ 24મી નવેમ્બરના રાત્રે રેલવે ફાટક પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જેઓનું સારવાર દરમિયાન ગતરોજ મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગોહિલ પુરા ગામના મુજકુવા ખાતે રહેતા કાંતાબેન રમેશભાઇ ગોહિલ (ઉ.વ. 45) ગત તા. 24મી નવેમ્બરના રોજ રાત્રે અંદાજે સાડા અગિયારના સુમારે આંકલાવ રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન કોઇક અજાણ્યા વાહને ફૂલ સ્પીડમાં આવીને ટક્કર મારતાં કાંતાબેન ને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેઓને સૌ પ્રથમ આંકલાવ સીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરી ગત તા.24નવેમ્બરના રોજ રાત્રે વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેણીનું ગત તા.25મી નવેમ્બરના રોજ સાંજે ત્રણ કલાકે સર્જરી ડી -યુનિટ ખાતે મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top