માલ સામાન લઈને આવતા ટેમ્પોચાલકોની દાદાગીરી હદ વટાવી રહી છે..
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારની અંદર નરસિંહજીની પોળમાં વેપારીઓનો સામાન લઈને આવતા વાહનોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નરસિંહજીની પોળમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. સવારના સમયે માલ સામાનના ટેમ્પો આવતા હોવાથી સ્થાનિકોની ઊંઘ બગડે છે. ટેમ્પો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા નથી. સ્થાનિકોનું કહેવું છે કે સોમવારે જ્યારે બજાર બંધ હોય છે ત્યારે પણ નરસિંહજીની પોળમાં વેપારીઓ દુકાન ચાલુ રાખે છે. જેથી લોકોને તકલીફ વેઠવી પડે છે. ગત રાત્રિના લોડીંગ પીકપ ગાડી લઈ જતા એક કાર્ટૂન એક નાની છોકરી પર પડી જતા ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ હતી. જ્યારે ડ્રાઇવર દ્વારા માર મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. સ્થાનિક કાઉન્સિલર જેલમ ચોકસીનો આ વિસ્તાર છે. અમે અનેક વાર કાઉન્સિલરને આ બાબતે ફરિયાદ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ લાવ્યા નથી. ગત રાત્રે થયેલી ટેમ્પાના ડ્રાઈવર સાથે માથાકૂટના સંદર્ભે આ વિસ્તારની મુલાકાત માટે કાઉન્સિલર જેલમ ચોકસીને બોલવામાં આવ્યા હતા. પરંતુ એ આવ્યા ના હતા જેના કારણે સ્થાનિકોનો કાઉન્સિલર પર રોષ જોવા મળ્યો હતો.