પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે રૂ. 7 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આરોપી મધ્યપ્રદેશથી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઇ છે. એસઓજીએ ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરને સંસ્કારીનગરી કહેવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરીને સંસ્કારીનગરીને ઉડતા પંજાબ બનાવવનો ઘનન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં પડીકીઓના રૂપમાં નશીલા પદાર્થનું વેચાણ કરાઇ રહ્યું છે. મોડીરાત્રીના સમયે ચાલતા પાનના ગલ્લાઓમાં પણ છુપીરીતે ગાંજો, ડ્રગ્સ સહિતનો નશીલા પદાર્થ વેચવામાં આવે છે. ત્યારે એસઓજી દ્વારા આવા અસામાજિક તત્વો સામે સપાટો બોલાવવાનું શરૂ કરાયું છે. દરમિયાન 25 નવેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના શખ્સ માંજલપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઇને આવ્યો છે અને સીતાબાગ ખાતે ડિલિવરી આપવા માટે ઉભો છે. જેના આધારે એસઓજી પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવેલા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી 7 લાખનો મેફ્રાડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજી દ્વારા પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ છે. પેડલરની એસઓજી દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને ડિલિવરી આપવાનો હતો તેની પુછપરછ શરૂ કરાઇ છે.