વડોદરા શહેરના સયાજીપુરા ખોડીયાર નગર પાસે આગનો બનાવ બન્યો હતો. અચાનક રોડની તિરાડો માંથી આગની જ્વાળા બહાર આવતા રાહદારી અને વાહન ચાલકો માં ફફડાટ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના સયાજીપુરા પાણીની ટાંકી પાસે રોડની નીચેથી જતી ગેસ ની લાઈન લીકેજ થતા જમીન માંથી આગની જ્વાળા જોવા મળી હતી ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેટેડએ આગ કાબુમાં લીધી હતી ત્યારે ગેસ વિભાગને જાણ કરાતા ગેસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ગેસ લાઈનનો વાલ બંધ કરતા મોટી જાનહાની ટળી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગનો બનાવ બન્યો હતો પરંતુ હાલ આંગ કાબુમાં છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી .
સ્થાનિકોનું કહેવું છે પાલિકાના ગેસ વિભાગ તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જોવા મળી હતી અવર-જવર કરનાર કોઈપણ વ્યક્તિ દાઝી પણ જઈ શકતો હતો અને બ્લાસ્ટ થતે તો ખૂબ મોટું નુકસાન થયુ હોત,આજની આ ઘટના જોઈ વિસ્તારના લોકો માં અફરાં તફરી થઈ હતી તેઓએ એક તબક્કે રાજકોટનો કિસ્સો પણ યાદ કર્યો હતો. વધુમાં એમણે જણાવ્યું હતું પાલિકા તંત્ર દ્વારા શહેરમાં દરેક જગ્યાએ જ્યાં પણ ગેસની મુખ્ય પાઇપલાનો જતી હોય ત્યાં તપાસ કરવી જોઈએ અને જોખમ રૂપ હોય તેને તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇનનું સમારકામ કરી બંધ કરવું જોઈએ જેના કારણે કોઈ મોટી જાનહાની ના થાય.