Vadodara

રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો

રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા માટે જૂની જિલ્લા કલેકટર કચેરીએ અરજદારોની લાંબી કતારો લાગે છે, જ્યાં ધીમી ગતિએ કામ થતાં અરજદારો અટવાઈ રહ્યા છે.



વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા જૂની કલેકટર કચેરી ખાતે રેશનકાર્ડનું ઈ કેવાયસી કરાવવા માટે આજે સવારથી જ અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે એ કેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો બધા કામ પડતાં મૂકી તેની પાછળ લાગ્યા છે. તેવામાં બે દિવસની રજા બાદ કચેરીઓ ફરી ધમધમવા લાગી છે. ત્યારે એ કેવાયસી કરાવવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઈનમાં લાગ્યા હતા. અરજદારોએ ધીમી ગતિએ ઈ કેવાયસી કામગીરી થવાનું જણાવ્યું હતું.
એક અરજદારે જણાવ્યું હતું કે હું જીએસએફસી ટાઉનશીપમાંથી આવી રહ્યો છું. રેશનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની જે ગવર્મેન્ટની પ્રક્રિયા ચાલુ કરી છે એની અંદર જો ઘરમાં એક પણ સભ્યનું જો આધાર કાર્ડ લિંકઅપ ના હોય તો માય ગુજરાત રેશન એપમાં લિંક નથી કરી શકતો. માત્ર ને માત્ર pds એપ્લિકેશન થ્રુ એડ કરવા માટે નાગરિક પુરવઠા ખાતા અને સ્કૂલ આ બે જણને ઓથોરિટી હોય છે. પણ દરેક ગામડાની સ્કૂલ વાળા આ કામ કરતા નથી. એના કારણે જેટલા ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ છે એ લોકોને અહીંયા સવારથી ધક્કા ખાવા પડે છે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ટોકન લેવી પડે છે અને તકલીફો વેઠવી પડે છે. જો ગવર્મેન્ટ દરેક સ્કૂલવાળાને કહી દે કે જે પણ ગામની જેટલી સરકારી સ્કૂલો છે ત્યાં બધાનું પીડીએસ એપ્લિકેશન થ્રુ રેશનકાર્ડ આધારકાર્ડ લિંક અપ થશે તો આટલા બધા ભાઈઓને તકલીફ ના પડે.

નાની નાની માહિતી પણ કોઈને ખબર હોતી નથી અહીંયા એટલી બધી અવ્યવસ્થા છે અંદર જઈને પૂછવા જાય તો અધિકારીએ ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. અહીં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં લોકો જોખમ લઈ અને ટોકન લઈને લાંબી કતારોમાં ઉભા રહે છે. જ્યારે આધારકાર્ડ રેશનકાર્ડ ની લીંક માટેની જાહેરાત કરી તો સરકારે વ્યવસ્થા પણ એવી આપવી જોઈએ જેનાથી નાગરિકોને તકલીફ ના પડે.

Most Popular

To Top