શહેરના ઇલેક્શન વોર્ડ નં.13મા આવેલા ઉપલા ફળિયામાં કોની મીઠી નજર હેઠળ લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે?
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં રહેણાંક વિસ્તારોમાં સાયકલ બજારોના દબાણોથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે જેનું કાયમી કોઈ નિરાકરણ આવતું નથી ત્યાં બીજી તરફ ઉપલા ફળિયામાં કોની રહેમ નજર હેઠળ લાકડાનું ગોડાઉન તથા કાચનું ગોડાઉન આવેલું છે? અહીં લાકડાં ભરેલા ભારદારી ટેમ્પોની સાંકડી શેરીમાં અવરજવર ને કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં તથા વાહનો પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડે છે સાથે જ અહીં જો કોઇ સામાજિક કે ધાર્મિક પ્રસંગ કરવો હોય તો તે કરી જ ન શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અહી કાચના ગોડાઉન આ વિસ્તારમાં હોવાથી કાચ કટીંગ ના કણોથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે સાથે જ અહીં ભારદારી ટેમ્પોની અવરજવર અને પાર્કિંગ ને કારણે ફૂટપાથ ને નુકસાન થાય છે.વારંવાર સ્થાનિક કાઉન્સિલરોને સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિવારણ આવ્યું નથી.જો અહીં લાકડાના ગોડાઉનમાં આગ જેવી ઘટના સર્જાય તે કેટલું નુકસાન કે જાનહાનિ થઇ શકે તેનો અંદાજ શું પાલિકા કે ફાયરબ્રિગેડ ને છે ખરો? ફાયરબ્રિગેડ દ્વારા કયા ધારાધોરણો ના આધારે રહેણાંક સાંકડી શેરીમાં લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે? શું તંત્ર અહીં લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવા ઇચ્છે છે? અવારનવાર ભારદારી ટેમ્પાની અવરજવર ને કારણે શેરીમાં રમતાં બાળકો માટે જોખમાઇ શકે તેમ છે ત્યારે સ્થાનિકો દ્વારા મ્યુનિ.કાઉન્સિલરો અને ફાયરબ્રિગેડ ને મિડિયાના માધ્યમથી વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.