વડોદરા શહેરના પોલિટેકનિક રોડ પર સિમેન્ટ અને રેતી મિક્સ કરેલું મટીરીયલ રોડ ઉપર ફેકાતા સ્થાનિક તેમજ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.
વડોદરામાં લોકો વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે અને વડોદરામાં મોટી બિલ્ડીંગ બનાવનાર લોકોને તકલીફ આપી રહ્યા છે. વડોદરા શહેરના રોડ રસ્તા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે વડોદરા ભુવા નગરી કે ખાડા નગરી ઓળખાય છે.
જો વડોદરા ની પ્રજા વેરો ભરવાનું ભૂલી જાય તો તેને દંડ ફટકારવામાં આવે છે. સાથે જ વડોદરામાં હોટલ રેસ્ટોરન્ટ વાળા માલિકોને કડકપણે સૂચના પણ આપવામાં આવી છે કે કોઈ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકે જાહેર માર્ગ પર કચરો ફેકવો નહીં. આજુબાજુમાં ગામોમાં કોંક્રિટ જંગલો બની રહ્યા છે. ત્યારે પંડ્યા બ્રિજ પોલિટેકનિક રોડ પર સિમેન્ટ અને રેતી મિક્સ કરેલું આરએમસી મટિરિયલ રોડ પર ફેંકવામાં આવતા સ્થાનિક રહીશોએ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અગર જો કોઈ વાહન ચાલકને ખબર ના પડે તો મોટી જાનહાની પણ થઈ શકે તે રીતે આ મટીરીયલ રોડ ઉપર ફેંકવામાં આવ્યું છે. થોડા સમય પૂર્વે પશ્ચિમ વિસ્તારમાં પણ આવું જ મટીરીયલ રોડ પર ઠાલવી દેવામાં આવ્યું હતું. જેના કારણે અનેક લોકોએ ફરિયાદ કરી હતી અને વિસ્તારના લોકો રોષે ભરાયા હતા. ત્યારે આજે ફરી વખત પંડ્યા બ્રિજ થી પોલિટેકનિક તરફ જતા ના મુખ્ય માર્ગ પર આ મટીરીયલ ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યારે પાલિકા તંત્ર દ્વારા પોલીસ વિભાગની મદદ લઈ કયા બિલ્ડર થકી કયા કન્સ્ટ્રક્શન સાઈડ પરથી આ મટીરીયલ આવ્યું એની તપાસ થાય અને દંડનીય શિક્ષા કરવામાં આવે એવી લોકોએ માંગ કરી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડીંગ બનાવનારનું આ મટીરીયલ છે . જે રેતી સિમેન્ટ સાથે અંદર કેમિકલનો પણ ઉપયોગ થયો છે. આખા રસ્તા પર આ ફેલાવેલું છે. જે ભાગ સુકાઈ જાય છે એ માટી સમાન થઈ લોકોને અવર-જવર કરતા વાહન ચાલકોને આંખમાં ઉડે છે અને આંખમાં જલન પણ થાય છે. આ મટીરીયલના કારણે અકસ્માતનો પણ ભય ફેલાયેલો છે. આખો રોડ ખરાબ થઈ ગયો છે વડોદરા શહેરમાં લોકોને સુવિધા મળવી જોઈએ કે સુવિધા મળતી નથી આવા બિલ્ડરો કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી થવી જોઈએ.
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
By
Posted on