National

રાષ્ટ્રએ આગળ જવું હશે તો આ ત્રણ નવી બાબતોનો આધાર લેવો પડશે

આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950 થી અત્યાર સુધી પ્રગતિ કરી. પણ જો રાષ્ટ્રએ આગળ જવું હશે તો આ ત્રણ નવી બાબતોનો આધાર લેવો પડશે. આઈડિયેશન, ઈનોવેશન અને એક્ઝિક્યુશન. આ ત્રણ વાતો જો ઉમેરાશે તો આંતરાષ્ટ્રીય ફલક પર ભારત બહુ ઝડપથી નંબર વન બની શકશે. ત્યારે જાણો સુરત આ ત્રણ બાબતો પર કઈ રીતે કામ કરી રહ્યું છે.

  1. આઈડિયેશન – સ્વચ્છતા માટે રાત્રિ સફાઈનો આઈડિયા

સુરત સૌથી ગંદુ શહેર ગણાતું હતું, પછી સ્વચ્છતા માટે જ્યારે રાત્રિ સમયે આખુ શહેર થંભી ગયું હોય ત્યારે સફાઈ કરવાનું શરૂ કરાયું.

આ આઈડિયાને કારણે સુરતની ગણના વિશ્વના સ્વચ્છ શહેરોમાં થઈ રહી છે. ભારતના મોટા ભાગના દરેક શહેર સુરતને ફોલો કરી રહ્યા છે. 1992-94માં પ્લેગ અને રેલ આવ્યા તે દરમિયાન સુરત અત્યંત ગંદુ શહેર ગણાતું હતું. એ પછી એસ.આર.રાવે એવો આઈડિયા લગાવ્યો કે સુરતનું નામ સ્વચ્છ શહેરોની હરોળમાં આગળ રહેવા માંડ્યું. સ્વચ્છતા માટે તેમણે લગાવેલા આઈડિયાને આજે દેશના બધા શહેર ફોલો કરી રહ્યા છે. એ આઈડિયા હતો- રાત્રિ સફાઈનો

એસ.આર.રાવે વિચાર્યું કે શહેરને સ્વચ્છ રાખવું હશે તો સફાઈ રાત્રિના સમયે કરવી પડશે. જ્યારે ટ્રાફિક ન હોય અને લોકો ઘરમાં ઉંધી રહ્યા હોય. તેમણે રાત્રિ સફાઈનું એક મોડલ બનાવ્યું. જે સમગ્ર દેશમાં વખણાયું. દેશભરની પાલિકા આ મોડેલને જાણવા સુરત આવી અને પોતાના શહેરમાં તેને લાગું પડાવ્યું. રાત્રિ સફાઈની વ્યવસ્થા અને આઈડિયા વિશે અભ્યાસ કરાયો. અત્યારે સુરતના 350 થી વધુ રૂટ પર સફાઈ કરવામાં આવે છે. રોડને સાફ કરવા માટે 35 સ્વીપર મશીન છે અને 4000 કર્મચારીઓ દ્વારા રાત્રિ સફાઈ કરવામાં આવે છે.

નેક્સ્ટ – અન્ય શહેરો આ આઈડિયા પર અત્યારે કામ કરી રહ્યા છે જ્યારે સુરતે તેને 20 વર્ષ પહેલા અમલમાં મુકી દીધો હતો.

  1. ઈનોવેશન – જરી બંધ થયા પછી મકાઈમાંથી ફેબ્રિક બનાવ્યું

પેટ્રોલિયમને બદલે મકાઈમાંથી ઈકો ફ્રેન્ડલી ફેબ્રિક બનાવ્યું. મહીને 6 લાખ મિટર કાપડ બહાર મોકલાય છે.

સુરતના જરી ઉદ્યોગમાં મંદી આવ્યા બાદ ટેક્ષ્ટાઈલમાં નવું ઈનોવેશન કરાયું. મકાઈમાંથી કાપડ તૈયાર કરાયું. સુરતમાંથી દર મહીને 6 લાખ ઈકો ફ્રેન્ડલી ફેબ્રિક બહાર મોકલવામાં આવે છે. વર્ષો પહેલા સુરતનો જરી ઉદ્યોગ ખૂબ જાણીતો હતો. જરી ઉદ્યોગ મંદ પડ્યો પણ સુરતીઓ અટક્યા નહીં. તેમણે નવું ઈનોવેશન કર્યું અને મકાઈમાંથી કાપડ બનાવ્યું. સુરતના સંજય સરાઉગીને વિચાર આવ્યો કે રો-મટિરીયલ તરીકે મકાઈનો ઉપયોગ કરવામાં આવે તો? અમેરીકાના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને મકાઈમાંથી ફાઈબર બનાવ્યું હતું. સુરતથી અમેરીકાની કંપની સાથે એમ.ઓ.યુ થયા અને ત્યાંનું યાર્ન એક્સપોર્ટ કરીને ઈકો ફ્રેન્ડલી જ્યોજર્ટ અને પોલિએસ્ટર બનાવવાની શરૂઆત કરવામાં આવી.

નેક્સ્ટ – હાલ સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો દ્વારા રિમોટથી કલર બદલાઈ શકે તેવા કપડા બનાવવાની પણ શરુઆત કરવામાં આવી છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવતી ડાઈ શરીરના ટેમ્પરેચર સાથે કલર બદલશે. જે ટુંક સમયમાં સુરતમાં લોન્ચ કરાશે.

  1. એક્ઝીક્યુશન – ફક્ત બે વર્ષમાં બીઆરટીએસ શરૂ કરી દીધી

સુરતમાં બી.આર.ટી.એસનો પ્રોજેક્ટ શક્ય નથી એવી અફવાઓ વચ્ચે ફક્ત બે વર્ષમાં બી.આર.ટી.એસ શરૂ કરી દીધી.

800 વ્યક્તિઓની ટીમ, 60 ગાર્ડ અને ઓટોમેટિક વ્હિકલ સિસ્ટમ બી.આર.ટી.એસના એક્ઝિક્યૂશનને સફળ બનાવે છે. સુરતમાં કોઈ ખાસ ટ્રાન્સપોર્ટેશન હતું જ નહીં. બી.આર.ટી.એસ બસોની વાતો શરૂ થઈ ત્યારે મોટા ભાગના બધા એવું કહેતા હતા કે સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન ચાલી શકે નહીં. પ્રોજેક્ટ ફેઈલ જશે. પણ બી.આર.ટી.એસ માટેનું એક્ઝિક્યુશન એટલું સ્ટ્રોંગ કરાયું કે આજે બે વર્ષમાં સુરતના રસ્તાઓ પર 800 થી વધુ બસો દોડતી થઈ. રોજના 90 હજારથી વધુ સુરતીઓ બી.આર.ટી.એસનો ઉપયોગ કરે છે. કૌશલ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદમાં બી.આર.ટી.એસ સેવા શરૂ કરાઈ હતી. આજે અમદાવાદમાં એક જ બસમાં રોજના 600 લોકો મુસાફરી કરે છે જ્યારે સુરતમાં 800થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે.

નેક્સ્ટ – હવે દક્ષિણ ગુજરાતના કોઈ પણ ગામડાઓમાંથી બી.આર.ટી.એસ બસમાં મુસાફરી કરી શકાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top