Vadodara

વડોદરા:તપનની હત્યા બાદ અમદાવાદની જમીઅત ઉલમા એ હિન્દ ગુજરાત સંસ્થા આવી મેદાનમાં,પત્ર સોશિયલ મીડિયામાં થયો વાયરલ

તપન પરમારની હત્યાના બનાવ બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા લઘુમતી સમુદાયને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ : DGPને રજૂઆત

કારેલીબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા અમુક લઘુમતી સમુદાયના લોકોના ઘરે કોમ્બિંગના નામે પોલીસ દ્વારા ઘરોમાં ઘૂસી નુકસાન પહોંચાડી અને ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હોવાનું પણ પત્રમાં જણાવાયું :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.21

વડોદરા શહેરમાં તપન પરમારની હત્યાના બનાવ બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા લઘુમતી સમુદાય ઉપર કરવામાં આવતી હેરાનગતિ અંગે અમદાવાદના જમિયત ઉલમાં એ હિન્દ ગુજરાત નામની સંસ્થા દ્વારા રાજ્યના ડીજીપી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ મહેતા વાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર ની લઘુમતી કોમના બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા એસએસજી હોસ્પિટલના પોલીસની હાજરીમાં જ ચપ્પુના ઘા ઝીંકી કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેર પોલીસ એકશનમાં આવી છે. હાલ આ મામલે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. ત્યારે પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરી છે. લઘુમતી વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે તેમજ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બનાવે અમદાવાદની એક સંસ્થા દ્વારા રાજ્યના ડીજીપી ને પત્ર લખી વડોદરામાં કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં લઘુમતી સમાજના લોકોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત નો પત્ર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ સોશિયલ મીડિયામાં પત્રની પોસ્ટ કરી છે.અને આ બાબતે કટાક્ષ પણ કર્યો છે.

ત્યારે હવે આ ઘટના બાદ અમદાવાદની લઘુમતી સંસ્થા મેદાનમાં આવી છે અને આ મામલે વડોદરા શહેરમાં વસતા લઘુમતી સમાજના લોકોને કારેલીબાગ પોલીસ અને પ્રશાસન દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે રાજ્યના ડીજીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. હાલ જમિયત-ઉલમાં-એ હિન્દના પ્રોફેસર નિશાત અહમદ અન્સારીની સહી વાળો આ પત્ર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ પત્રમાં જણાવ્યા અનુઆર જમીઅત ઉલમા એ હિંદ એક સામાજિક સંસ્થા છે અને તે કોઈ પણ જાતના ધર્મ, જાતિ નાં ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા છેલ્લા સો વર્ષ ઉપરાંત થી આપે છે. બે દિવસ અગાઉ તપન પરમાર નામની વ્યક્તિ ની બાબર પઠાણ દ્વારા હત્યા કરવામાં આવેલ છે. આ બનાવ બન્યા વડોદરા શહેર માં જે માહોલ ઊભો થયો છે તેના કારણે લઘુમતી સમાજ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. કરોલી બાગ પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં રહેતા લઘુમતી સમુદાય ના લોકો ના ધરે કોમ્બિંગ ના નામે પોલીસ દ્વારા લોકોના ધરોમાં ધુસી નુકશાન પહોંચાડે છે અને એક ભય નો માહોલ ઉભો કરવામાં આવે છે ઉપરોકત અમારી હકીકતો ધ્યાને લઈ કરોલી બાગ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં કોમ્બીંગ ના નામે લઘુમતી સમુદાય ના લોકોને કરવામાં આવતી હેરાનગતિ અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા નમ્ર અરજ છે

Most Popular

To Top