Vadodara

વડોદરા: તપન પરમાર હત્યા કેસ બાદ પોલીસ કમિશનરની લાલ આંખ, કારેલીબાગ પી.આઈ સહિતના સ્ટાફની અન્ય જગ્યાએ બદલી

વડોદરા તારીખ 21
નાગરવડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં એસએસજી હોસ્પિટલમાં ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના કર્મચારીઓની બેદરકારી થતી હોય પોલીસ કમિશનર દ્વારા તેમની સામે એક્શન લઈને પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓની હેડ ક્વાર્ટર તથા અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે. ઉપરાંત કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પડેલી પીઆઇની ખાલી જગ્યા માટે પાણીગેટ પીઆઇ એચ એમ વ્યાસને મૂકવામાં આવે છે.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ સયાજી હોસ્પિટલમાં માથાભારે અને રીટા આરોપી બાબરખાન પઠાણ સહિત ના સાગરી તો એ પૂર્વક કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ એસએસજી હોસ્પિટલમાં બાબરખાન પઠાણ સારવાર માટે લાવી હતી ત્યારે તેમની નજર ચૂકવીને યુવકને પતાવી દીધો હતો. ઉપરાંત આ વિસ્તારમાં જુગાર તથા દારૂના અડ્ડાઓને લઈને કોઈ અંકુશ ન હોય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને નિષ્ક્રિયતા દાખવનાર કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઈ સહિતના કર્મચારીઓ સામે એક્શન લઈને આ તમામ કર્મચારીઓની અન્ય પોલીસ મથક તથા હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી છે.ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ આંતરિક બદલીના હુકમ કરાયા છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ એમ વ્યાસને કારેલીબાગ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ તથા રાવપુરા પીઆઈ કે જે રાણા અને નવાપુરા એચએલ આહીરને ટ્રાફિકમાં મૂકી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top