Vadodara

વડોદરા : પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણો દુર કરવા પહોંચી,કલાક બાદ બંદોબસ્ત ફાળવાતા કાર્યવાહી શરૂ કરી

કુંભારવાડા પોલીસ મથકમાં આવતા રોડ સાઇડના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી મેહતા વાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર રાજાના પુત્રની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા નાગરવાડા, મચ્છીપીઠ અને તાંદલજામાં ગતરોજ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી બુધવારે પણ યથાવત રહી છે. ફતેપુરા મંગલેશ્વર રોડ સાઈડના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથધરી હતી.

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાને આજે સવારે પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણો દુર કરવા પહોંચી હતી. જો કે બાદમાં પાલિકાના ઉપરી અધિકારી દ્વારા સુચના આપવામાં આવતા અરજી આપવામાં આવી હતી. તે બાદ તાત્કાલિક બંદોબસ્તની ફાળવણી કરવામાં આવતા દબાણો દુર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બુધવારે આજે સવારે કુંભારવાડા પોલીસ મથકમાં આવતા ફતેપુરા વિસ્તારમાં રોડ સાઇડના ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત મળતા પહેલા જ પાલિકાના અધિકારીઓ, ડમ્પર, જેસીબી સહિતની ટીમ પહોંચતા બંદોબસ્ત મળવાની વાટ જોવી પડી હતી.

બાદમાં પાલિકાના ઉપરી અધિકારીના સુચન અનુસાર, સ્થાનિક પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. જે બાદ તુરંત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફતેપુરા રોડ પર દબાણશાખાની ટીમો વહેલી આવી પહોંચી હતી. કલાક એક વાટ જોયા બાદ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તે દરમિયાન દબાણ શાખાની ટીમો અંગેની વાત વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા કેટલીક જગ્યાએ લોકોએ જાતે જ દબાણો દુર કરવાની કામગીરી કરી હતી. તો કેટલાક કિસ્સામાં માલિકો લારી-ગલ્લા સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા હતા. જો કે, બંદોબસ્ત મળતા જ ગેરકાયદેસર, શેડ, ઓટલા, લારી-ગલ્લાના દબાણો એક પછી એક દુર થતા નજરે પડ્યા હતા.

Most Popular

To Top