વડોદરાની નવી જિલ્લા કલેકટર ખાતે કરચિયા ગ્રામજનોએ તેમના વર્ષો જુના પડતર પ્રશ્નો નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
વડોદરાની નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે કરચિયા ગામના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જ્યાં એમના વર્ષો જૂના પડતર પ્રશ્નોને મામલે જિલ્લા કલેકટર બીજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તાજેતરમાં કોયલી ખાતે આવેલ ગુજરાત રિફાઇનરીમાં ભયંકર મોટો આગનો બનાવ બન્યો હતો. જેની અસર કરચિયા સહિત આસપાસના ગામોને પણ જોવા મળી હતી . અગાઉ પણ અહીં અનેકવાર આગ ના બનાવો બની ચૂક્યા છે. જેમાં આસપાસના ગામોના ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી જો કે તેમ છતાં આજ દિન સુધી આસપાસના ગામોના ગ્રામજનો માટે સુરક્ષા માટેના પગલા લેવાયા નથી.
ગુજરાત રિફાઈનરી નો વિસ્તાર સાથે પ્રદૂષણ પણ એક ગંભીર મુદ્દો બન્યો છે. સાથે જ રિફાઇનરી દ્વારા કાયદાનું કોઈપણ જાતનું પાલન કર્યા શિવાય આડેધડ પ્લાન્ટનું બાંધકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો ગ્રામજનો એ કર્યા છે ત્યારે એકવાર જિલ્લા કલેકટર ચર્ચા ગામની મુલાકાત લે અને ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ સાથે ગ્રામજનોના વિભિન્ન પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.
રહીશોએ જણાવ્યું હતું અમારું ગામ IOCL ની વચ્ચે આવેલું છે 1962 થી અમારી જમીન અધિવેશન કરતા આવ્યા છે. અત્યારે જો હાલમાં દુર્ઘટના ગટી ત્યારે કોઈપણ પ્રકારની સુવિધા ગામડાને આપવામાં આવતી નથી. કોઈપણ પ્રકારના પાણી નીકળવાના રસ્તા નથી ઇમર્જન્સીમાં જો આગ લાગે તો ક્યાંથી નીકળવું એ પણ વ્યવસ્થા નથી ફાયર વાળા આવે , ગામના લોકો દોડે ખૂબ નાના સાંકડા રોડ હોવાથી જે શક્ય નથી . જો ગેસ લીકેજ કે કેમિકલ લીકેજ થાય તો ગામના લોકોએ કઈ બાજુ દોડવું એ પણ અમને સમજ પડતી નથી ગ્રીનબેલ્ટ બનાવવાનું કહેતા હતા પણ એ પણ બનાવવામાં આવ્યા નથી, કરચિયા ગામ જીવના જોખમે છે કોઈ પ્રાથમિક સુવિધા નથી ગુજરાત રિફાઇનરીએ કરચિયા ગામે દત્તક લીધું છે પરંતુ કોઈ અધિકારી કોઈ મોટા સાહેબ અમને અમારા ગામને ગ્રામજનોને જોવા માટે આવ્યું નથી અમારા ગામની ચારે બાજુ ફાટક આવેલી છે અમારે ઈમરજન્સીમાં દોડવાનું થાય તો જઈએ ક્યાં? એ એક મોટો પ્રશ્ન છે અમારી માંગ છે કે કરચિયા ગામ બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે એવી માંગ સાથે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રિફાઇનરીના જોખમ વચ્ચે નથી જીવવું, અમારું કરચિયા ગામ બીજે ખસેડો
By
Posted on