Vadodara

બીલ ગામ સ્થિત રામજી મંદિર પાછળ ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રસ્ત


વડોદરા જિલ્લાના બીલ ગામ તેમજ મઢી વિસ્તારના રહીશોએ ઉભરાતી ગટર લાઈન મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

વડોદરા જિલ્લાના રામજી મંદિર પાછળ મઢી વિસ્તાર બિલ ગામમાં છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને તે બાબતે સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો કરી છે. છતાં પણ સમસ્યા હાલ થતી ન હોવાથી વડોદરા જિલ્લા અખિલ ભારતીય એસસી એસટી એકમંચના પ્રમુખ અંબાલાલ સોલંકીના આગેવાની હેઠળ ગામના રહીશો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ઉભરાતી ગટરની સમસ્યા વેહલી તકે હલ કરવાની માંગ કરી હતી.

બીલ ગામ મઢી વિસ્તાર ની અંદર રામજી મંદિર અને ભાથીજી મંદિર પાસે છેલ્લા એક વર્ષથી ખુલ્લા કાસ અને ગટર લાઇન છે ત્યાં ચેમ્બરમાંથી ગંદકી ઉભરાઈને બહાર નીકળે છે અતિશય દુર્ગંધ આવે છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે છે. વિસ્તારના લોકો બીમાર પડે છે જેને લઇ આજરોજ કલેકટરને આવેદનપત્ર આપી આ સમસ્યાનો અંત તરત કરવામાં આવે એવી અમે માંગ કરી છે.

Most Popular

To Top