, આગની ઘટના બને તો રાજકોટવાળી ઘટના થવાની ભીતિ
અવાજ ઉઠાવતા સંચાલકોની થાય તે કરી લો એવી મુલાકાતીને ધમકી :
ફેશન મંત્રા એક્ઝિબિશનમાં વિવિધ ફૂડ સ્ટોલ, એક્ઝિબિશનની પરવાનગી સામે સવાલો ઉઠ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરમાં રાજકોટવાળી થાય તેવી ભીતિ એક નાગરિકે કરી છે અકોટા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા એક એક્ઝિબિશનમાં રવિવારે સાંજે ભારે ભીડ ઉમટી હતી. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ એક્ઝિબિશનમાં વિવિધ ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવેલા છે. તેમાં વાનગી બનાવવામાં ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ આંખ જનીનો બનાવ બને તો મોટી દુર્ઘટના થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.
વડોદરા શહેરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું તંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સ્કૂલ વિવિધ સંસ્થાઓ બહુમાળી ઇમારતો સહિતના એકમોમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ પર ત્રિ દિવસીય આયોજિત થયેલા એક એક્ઝિબિશનમાં રવિવારની રજા હોવાથી મુલાકાતીઓની ભારે ભીડ ઉમટી હતી. શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં રહેતા હરેશભાઈ સાવલા અને તેમની પત્ની અકોટા સ્ટેડિયમ ખાતે એક્ઝિબિશનમાં ગયા હતા જો કે તેમને કડવો અનુભવ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની અકોટા સ્ટેડિયમમાં ફેશન મંત્રા નામનું એક એક્ઝિબિશન આવેલું છે. જે આગામી 18 તારીખ સુધી ચાલશે . જેમાં રવિવારે સાંજે ગયા હતા. જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ માટેનો એક જ ગેટ હતો. અંદર જતા ભારે ભીડ હતી. મોટી સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં આવ્યા હતા. અમને તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જ્યારે અંદર જઈને જોયું તો ભજીયા તળવામાં આવી રહ્યા હતા. વિવિધ ફૂડ સ્ટોલ આવેલા છે. જો આગની ઘટના બનતી તો 200 થી 250 જેટલા માણસોને જાનહાનિ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ બાબતે એક્ઝિબિશનના સંચાલક સાથે વાત કરી હતી. કે તમે 50 50 રૂપિયા એન્ટ્રી ફી રાખો છો તો કોઈ સુવિધા કેમ નથી. તમે ખોટું કરી રહ્યા છો.તો તેઓએ મને કમિશનરે અમને પરમિશન આપી છે. થાય તે કરી લો તેમ કહી ધમકીઓ આપી હતી. હાલ તો આ એક્ઝિબિશન માટે તેમણે પરવાનગી લીધી છે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે. આ એક્ઝિબિશન સામે હું રજૂઆત કરીશ તેમ વધુમાં જણાવ્યું હતું.