આપણી વિધાનસભામાં સભ્યો કેમ ઓછા થયા તેની તપાસ થવી જોઈએ, યોગેશ પટેલને ડૉ. વિજય શાહનો ટોણો
વડોદરા ભાજપમાં સદસ્યતા મામલે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શરૂ કરેલા વિવાદમાં હવે યોગેશભાઈ જ ફસાતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે યોગેશ પટેલ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી વિધાનસભા કરતા બીજામાં સભ્યો કેમ વધારે થયા તેની તપાસ જરૂર થવી જોઈએ.
અકોટા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ડો. વિજય શાહે પ્રહારો કરતા જણાવ્યું હતું કે વડોદરામાં અકોટા વિધાનસભાના કાર્યકરોએ તેમની તાકાત પુરવાર કરી છે. માત્ર 18 હાજર સભ્ય નોંધાય એટલે પક્ષનો લક્ષ્યાંક પૂર્ણ થાય. પણ અકોટામાં 82000 સભ્યો નોંધાયા છે. જે શહેરની અન્ય બે વિધાનસભાના ટોટલ કરતા પણ વધારે છે. તપાસ એ કરવી જોઈએ કે આપણા સભ્યો કેમ ઓછા નોંધાયા, એ નહિ કે બીજાના કેમ વધારે નોંધાયા. જે વિસ્તારમાં રાજ્યના પહેલા પ્રદેશ પ્રમુખ મકરંદ દેસાઈના પુત્ર ધારાસભ્ય હોય, જ્યાં શહેર પ્રમુખ અને બે મહામંત્રી રહેતા હોય ત્યાં 82000 સભ્યો તો બને જ ને.
આ નિવેદન બાદ વડીલ ધારાસભ્ય યોગેશ પટેલ પોતે જ વિવાદ ઉભો કરીને ફસાઈ રહ્યાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેમકે તેઓ પોતે સભ્યો નોંધી શક્યા નથી અને બીજા પર આક્ષેપો કરી રહ્યા છે.
દિવાળી નિમિત્તે વડોદરા ના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નેતાઓ દ્વારા સ્નેહમિલન રાખવામાં આવ્યું હતા. જેમાં એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવવામાં આવતા હતા જ્યારે માંજલપુર વિધાનસભા માં પણ સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું. જેમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મીમીક્રી કરી મહિલાઓ પર કટાક્ષ કર્યો હતો અને અકોટા ના ધારાસભ્ય પર પણ કટાક્ષ કર્યો હતો. અકોટા વિધાનસભાના ધારાસભ્ય કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગેશ પટેલે તમામ હોદ્દેદારો વચ્ચે અકોટા વિધાનસભાના ધારાસભ્યને કટાક્ષ કરતાં કહ્યું હતું સદસ્ય વધારે થયા તે તપાસમાં વિષય છે.
બીજાની બળતરા કરવામાં ધારાસભ્ય યોગેશ પટેલ પોતે જ ફસાયા
By
Posted on