Vadodara

નરહરિ લાલ કી.. જય ના નાદ સાથે ભગવાન શ્રી નરસિંહ જીનો 288મો વરઘોડો નિકળ્યો….

કારતક સુદ પૂર્ણિમા ને દેવદિવાળી પર્વે વહેલી સવારથી જ મંદિરમાં ભગવાનના દર્શન પૂજન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા..

આખાયે વર્ષ દરમિયાન ફક્ત દેવદિવાળી પર્વે જ ભગવાનના ચરણસ્પર્શ અને ભગવાનને તિલક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે..

કારતક સુદ પૂર્ણિમા એટલે દેવદિવાળી.દેવદિવાળી પર્વે શહેરમાં પરંપરાગત રીતે 288મા ભગવાન શ્રી નરહરિ (નરસિહજી)ના તુલસીવિવાહનો વરઘોડો શહેરમાં આન બાન અને શાનથી નિકળ્યો હતો. દેવદિવાળી પર્વે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ ભગવાન શ્રી નરસિંહજીના દર્શન પૂજન માટે નિજ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મંદિરને ખૂબ જ આહલાદક રીતે શણગારવામાં આવ્યું હતું.આખાયે વર્ષ દરમિયાન ફક્ત દેવદિવાળી પર્વે જ ભગવાનના ચરણસ્પર્શ ભક્તો કરી શકે છે તેમજ ભગવાનને તિલક લગાડવાનું સૌભાગ્ય ભક્તોને પ્રાપ્ત થાય છે.ભગવાન શ્રી નરસિંહજીના ઐતિહાસિક વરઘોડાની તૈયારીઓ અઠવાડિયા અગાઉથી જ શરૂ થઇ જાય છે જેમાં મંદિરની સજાવટ થી માડી પાલખીની તૈયારી, તુલસી વાડી ખાતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવે છે અહીં દેવદિવાળી પર્વે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતા.
આજે પરંપરા મુજબ નિજ મંદિર ખાતેથી કારતક સુદ પૂનમના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો સાંજે 05:00 વાગ્યે નિજ મંદિર ખાતેથી ‘ નરહરિ લાલ કી..જય’ ના નાદ સાથે નીકળ્યો હતો. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન રાબેતા મુજબ નીકળીને દરબાર બેંડના ખાચામાંથી પસાર થઈ માંડવી રોડ ઉપર થઈ અંદાજે 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પાસે પહોંચ્યા હતા જ્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો સાથે જ ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ત્યાંથી વરઘોડો પરત લગભગ પોણા નવની વચ્ચે નીકળી અને ચાંપાનેર તરફ થી ફતેપુરા થઈ અને તુલસીવાડી અંદાજે રાતના 11:00 કલાકે પહોંચશે.જ્યા ભગવાનના વરઘોડાને આવકાર સાથે પોષવામાં આવશે ત્યારબાદ ભોગવીધી, પૂજા અને તુલસી વિવાહનો પ્રસંગ યોજાશે.જે બે કલાક સુધી તુલસીવિવાહ વિધિ યોજાશે. તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના બે થી અઢીના સમયગાળામાં વરઘોડો પરત નિજ મંદિરે આવવા નીકળશે અને મંદિરે સવારે સાત વાગે પરત ફરશે. આ વરઘોડાની તૈયારી રૂપે પાલકી તૈયાર કરવામાં આવી હતી જેમાં બિરાજમાન થઈ ભગવાન નરહરિ તુલસીવિવાહ માટે નિકળ્યા હતા બેન્ડવાજા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાનના વરઘોડામાં જોડાયા હતા.

શહેરના માંડવી, ફતેપુરા, ચાંપાનેર દરવાજા સહિતના રૂપમાં ઠેરઠેર ભગવાનના વરઘોડાનુ સ્વાગત..

ભગવાન શ્રી નરસિહજીના 288મા વરઘોડાના રૂપમાં માંડવી ચાર દરવાજાથી ચાંપાનેર દરવાજા, ફતેપુરા સહિતના તમામ રૂટ પર વિવિધ સંગઠનો તથા રાજકીય લોકોના સ્ટેજ પરથી ભગવાનના વરઘોડાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં ભગવાન ની પાલખીને ફૂલોથી વધાવવામાં આવી હતી ઠેરઠેર ભક્તો ભગવાનના દર્શન પૂજન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

શહેરના રાજકીય અગ્રણીઓ તથા સ્થાનિક કાઉન્સિલરોએ દર્શન કર્યા..

કારતક સુદ પૂર્ણિમા ને દેવદિવાળી નિમિત્તે શહેરમાં ભગવાન નરસિંહ જીના 288મા વરઘોડા નિમિત્તે માંડવી ખાતે આવેલા નિજ મંદિર ખાતે રાજકીય અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો, શીતલ મિસ્ત્રી ,પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ,પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સત્યેન કુલાબકર તથા સ્થાનિક કાઉન્સિલરોએ ભગવાનના દર્શન પૂજન કર્યા હતા.

શહેર પોલીસ દ્વારા મંદિર પરિસરથી માડીને સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

શહેરમાં ભગવાન શ્રી નરસિહજીના 288મા વરઘોડાને લઇને માંડવી સ્થિત શ્રી નરહરિ મંદિર ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે જ રીતે સાંજે ભગવાનની પાલખી નિજ મંદિરેથી પ્રસ્થાન થ ઇ ત્યારે માંડવી, ચાંપાનેર દરવાજા, ફતેપુરા સહિતના સમગ્ર રૂપમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઇપણ પ્રકારની રૂકાવટ ન આવે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સમગ્ર રૂટ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન સાથે કોઇપણ પ્રકારની તકલફ વાહનદારીઓ અને લોકોને ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બીજી તરફ ઇમરજન્સી વાહનો જેમાં એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ ના વાહનો માટે છૂટ આપવામાં આવી હતી.

Most Popular

To Top