વડોદરા શહેરમાં ત્રણ ત્રણ વખત વિશ્વામિત્રી પૂર આવ્યું. વિશ્વામિત્રીની કોતરો નાળાઓ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તે યુધ્ધના ધોરણે તોડી નાખીશું તેવી વાત ત્રણ ત્રણ મંત્રીઓ આવીને કહી ગયા. હજુ સુધી મુખ્ય જે નાળાઓ છે, વિશ્વામિત્રીની કેનાલો છે એ તોડવાની વાત તો કરતા નથી. બહુચરાજી ખાસવાડી સ્મશાન જતા કારેલીબાગથી આવતા અથવા સલાટવાડાથી આવતા વચ્ચે જે વિશ્વામિત્રીનો પટ છે. એ પટ ઉપર ત્રણ રસ્તાથી ડાબી બાજુ પુલથી અડીને ગેરકાયદેસર પસ્તીના ગોડાઉનો, ગેરેજો ત્યારબાદ કોંગ્રેસના એસપી પટેલે ગેરકાયદેસર બાંધકમ કરી પથ્થરના બે ગોડાઉનો બનાવીને ભાડેથી આપેલા છે. એની આગળ એક બિલ્ડીંગ ગેરકાયદેસર છે. તેની આગળ જાવ તો 10 ફૂટ ગેરકાયદેસર બાંધકામ થયેલું છે. જેના નીચે ગાડી સાફ કરવાનું ગેરેજ છે .પાર્કિંગમાં નકશામાં પાસ થયેલું છે. એનાથી આગળ જાવ તો આરાધના ટોકીઝ સુધી ગેરકાયદેસર ગેરેજો અને બે થી ત્રણ માળના મકાનો બનાવેલા છે આ તમામ બાંધકામો ગેરકાયદેસર છે. પાછળની બાજુ નદીનો પટ આવે છે એના ઉપર પણ બાંધકામ કર્યું છે. નદીના સામેના કિનારે સલાટવાડાનો વિસ્તાર આવે છે એમાં પણ ઝૂંપડપટ્ટીઓ ગેરકાયદેસર છે. વિશ્વામિત્રીના આ પટ ઉપર આરાધના ટોકીઝ પર ગેરકાયદેસર બાંધકામ થયેલા છે. જો આ તોડવામાં આવે તો રાવપુરામાં બે ત્રણ ઇંચમાં પાણી ભરાય નહીં. સલાટવાડામાં પણ પાણી આવે નહીં. આ ગેરકાયદસર બાંધકામ કોર્પો.ના હાલના કમિશનર દિલીપ રાણા જાતે વિઝીટ કરીને જુના નકશાઓ લે તો ખબર પડશે કે આ રજાચિઠ્ઠીમાં ટાઉન પ્લાનીંગના અધિકારીઓની સંડોવણી છે. આ તમામ બાંધકામ નદીના પટમાં ગેરકાયદેસર રીતે જે જગ્યાએ છોડીને બાંધવું જોઈએ તે રીતે થયું નથી. એનજીટીના નિયમ પ્રમાણે તે બાંધકામો તપાસશો તો તમામ બાંધકામો ગેરકાયદેસર દેખાશે. આ બાંધકામો તોડવાથી નદીનો પટ ખુલ્લો થશે અને ભવિષ્યમાં પૂરનો ભય ઓછો થશે. માત્ર અહીં સુધી અટકવાનું છે પરંતુ ન રોડ નીચે મોટો નાળાનો ભાગ દબાઈ 1 ગયેલો છે એ પણ ખુલ્લો કરવો ૧ પડશે. પુલની વ્યવસ્થા કરવી પડશે ને અને ત્યાં એસ.એસ.જી. નજીક મોટા ભૂંગળા નાખવા પડશે. જેલ રોડ પર 1 હાલનું રાત્રી બજાર જે બનાવેલું છે ૨ એની નીચે પણ કુદરતી નાળુંનું પુરાણ 1 કરી દેવામાં આવેલુ છે. એટલે એને તે પણ સાફ કરીને નાળું જીવીત કરવું – પડશે જેથી કારેલીબાગ વિસ્તારમાંથી સલાટવાડામાંથી જે પાણી પૂરનું આવે છે એ સીધું મોટી વિશ્વામિત્રીની મુખ્ય ધારામાં જોડાઈ શકે. આ ગેરકાયદેસર બાંધકામ ભૂતકાળમાં ડો. ઠાકોરભાઈના સમયે થયેલું હતું. જે હાલની આરાધના ટોકીઝ છે તે બંધ પડેલી છેઅને આગળ એસ.એસ.જી. ઠાકોરભાઈ લાયબ્રેરી પણ નાળા પર છે.
વડોદરામાં ખાસવાડી સ્મશાનથી આરાધના ટોકીઝ સુધીનો ડાબી બાજુના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, કોર્પોરેશન ક્યારે તોડશે ?
By
Posted on