Vadodara

વડોદરા : સૌ પ્રથમ વખત ૧૦૮ મારફતે એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા

ગુજસેલની એર એમ્બ્યુલન્સ ભાઈલાલ અમીન હોસ્પિટલના દર્દીને મુંબઈ દાખલ કરવા લઈ ગઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

વડોદરામાં સર્વ પ્રથમ વખત ૧૦૮ સેવા મારફત એર એમ્બ્યુલન્સ એક મહિલા દર્દીને વધુ સારવાર માટે મુંબઈ લઈને ગઈ હતી. ભાઈ લાલ અમીન હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના પરિવારજનો આ સેવા મારફત મુંબઈ લઈ ગયા હતા.

વડોદરાના ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાના કારણે એડમીટ થયા હતા. જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઇ અનુભવાતી હતી. અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે તેમ હતા. આ માટે બાય રોડ જાજો સમય લાગે એમ હોવાથી જઈ શકાય તેમ નહોતું. તેમણે એર એમ્બ્યુલન્સ માટેની જરૂરિયાત ઊભી થઈ હતી. જે બાબતની માહિતી 108 માં લઈને એર એમ્બ્યુલન્સ ની દરખાસ્ત કરી હતી.

અહીં એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી હતી. આજે સવારે 10:30 વાગે એર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી હતી. અહીં ભાઈલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એરપોર્ટ લઈ આવી અને એર એમ્બ્યુલન્સ દ્વારા રૂપાબેન ને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ ગયા હતા.

Most Popular

To Top