વિદેશી વિદ્યાર્થીએ આધેડના મોબાઇલમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા, પોલીસ દ્વારા ઝિમ્બામ્વેની એમ્બેસીને પણ જાણ કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.14
પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બામ્વેના વિદેશી વિદ્યાર્થીએ આધેડને ઢોર માર માર્યા બાદ પોલીસ કર્મચારીઓ પણ હુમલો કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઉપરાંત ઝિમ્બામ્વેની એમ્બેસને પણ જાણ કરવામાં આવી છે.
વડોદરા શહેર નજીક આવેલા વાઘોડિયા ખાતેની પારૂલ યુનિવર્સિટીમાં ઝિમ્બામ્વેનો વિદેશી વિદ્યાર્થી વોશિંગ્ન પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેણે પોતાના રહેવા માટે મકાન આજવા ચોકડી ખાતે રાખ્યુ હતું. દરમિયાન મકાન માલિકને આકાશને પોતાની ડિપોઝિટ આપી હતી. જે ગઇકાલે 13 નવેમ્બરના રોજ વિદેશી વિદ્યાર્થી ડિપોઝિટ પાછી લેવા માટે ગયો હતો. તે દરમિયાન આધેડ રમેશ અગ્રવાલને ઢોર માર માર્યા બાદ તેમના મોબાઇલમાંથી રૂપિયા 16 હજાર ઓનલાઇન ટ્રાન્સફર તેના ખાતામાં કરી લીધા હતા. ઉપરાંત વધુ એક લાખ પણ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ આવી જતા વિદેશી વિદ્યાર્થીને સમજાવવા માટે ગયા હતા. ત્યારે તેણે બે પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસે વિદેશી વિદ્યાર્થીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુમક કરતા પોલીસે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.
—