પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને આજે ગજાનન આશ્રમ માલસરમાં આવી નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમની વિગતવાર ચર્ચા કરી, નર્મદા મૈયાની પૂજા કરી, નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો હતો.
કે .કૈલાસનાથને ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની સેવા કરી છે. તેમનો ગુજરાતના અનેક વિકાસના કાર્યોમાં હાથ છે. કૈલાશનાથન માટે એવું કહેવામાં આવતું કે કે તેઓ તમામ અધિકારીઓ તથા રાજકીય લોકો વચ્ચેનો સેતુ હતા. તેમણે ગુજરાતમાં તમામ લોકોને સાથે રાખીને ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમને પોતાની પવિત્રતા અને પ્રમાણિકતાના કારણે નિવૃત્તિ પછી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 11 વખત એક્સ્ટેન્શન આપીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
કૈલાશનાથન ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા, વિશ્વાસ તથા આધ્યાત્મિકતાથી જોડાયેલા હોવાથી ગુરુ પ્રત્યેના શિષ્યના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવી પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
પૂજ્ય ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત તેમજ દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા વ્યસન મુક્ત યુવાન રાષ્ટ્ર માટે સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિ કુમારો તૈયાર કરવા, માલસર ગામ તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે સુંદર નર્મદા નદિ ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થાય છે. કૈલાસનાથન સાહેબે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી ખૂબ જ પ્રસન્નતા અનુભવી સાથે પૂજ્ય ગુરુજીને આશ્રમના નવ નિર્માણ માટે ખૂબ શુભકામનાઓ આપી હતી.
પૂજ્ય ગુરુજીનો અધ્યાત્મિકતામાં ખૂબ ઊંડાણ તેમજ શાસ્ત્રો,સાયન્સનો સમન્વય,પ્રકૃતિ,પર્યાવરણની જાળવણી તથા અંધશ્રદ્ધા નિવારણ વગેરે કાર્યોથી કૈલાશનાથન ખૂબ પ્રસન્ન થઈ ગુજરાતમાં હતા ત્યારે તો અનેક વખત ગજાનન આશ્રમમાં પૂજ્ય ગુરુજી પાસે પધારતા એવી માહિતી પ્રાપ્ત થઈ છે. તેઓ Z+ સુરક્ષા સાથે આવ્યા હતા.
આજના વડોદરા કલેક્ટર શાહ ,ADG મુત્ત્તુકુમાર,કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વડોદરા RAC પ્રજાપતિ ,શિનોર મામલતદાર મુકેશ બારીયા, વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ ,હાલોલ TDO મનહર દેસાઇ ,કેવડિયા કોલોનીથી ડો.સાગર ભાયાણી, .RFO જનક કાકડિયા , Dysp હરેશ ચાંદુ તેમજ Dysp બી.એચ.ચાવડા ,Lib PI જે.પી.ગઢવી,શિનોર Psi મીશ્રા,વડોદરાથી પ્રવીણભાઈ પટેલ,ભાવનગરથી નિલેશભઈ મણિયાર,સુરતથી મયંક શાહ,રાજકીય તેમજ સરકારી ક્ષેત્રના લોકો કૈલાશનાથનને આવકારવા તેમજ ગુરુજીના આશીર્વાદ મેળવવા માટે ગજાનન આશ્રમ પધાર્યા હતા…
પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને ગજાનન આશ્રમ માલસરની મુલાકાત લીધી
By
Posted on