Vadodara

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ શહેરની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાંડ?



રાજ્ય સરકારના આદેશ બાદ સેવાસી રોડ પરની અંજના હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

તપાસમાં જે બહાર આવશે તે અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે :- દેવેશ પટેલ



અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે અમદાવાદની જેમ વડોદરાના ભાયલી- સેવાસી રોડ પર આવેલી એક સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ જેવું મોટું કૌભાંડ ખુલી શકે છે.

વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં હોસ્પિટલના એક દર્દીનો વીડિયો ભારે વાયરલ થયો હતો. જેમાં દર્દીનું કહેવું છે કે, જેમને જરૂર નથી તેવાને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને તે ફોટાને આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જેથી અમદાવાદ બાદ હવે વડોદરાની એક ખાનગી હોસ્પિટલ પણ શંકાના ઘેરામાં આવવા પામી છે. જો કે, અંજના હોસ્પિટલ સામે સનસનીખેજ મામલો સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલના સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પાલિકાના અધિક આરોગ્ય ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, દર્દીનો વિડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપતા વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની એક ટીમ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી છે. તપાસમાં જે હકીકત બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરીશું ખાનગી વીમા કંપનીની ટીમ પણ સાથે જોડાઈ હતી. જે તપાસમાં જે બહાર આવશે તે અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે.

આયુષમાન કાર્ડમાં દાખલ દર્દીઓની વિગત મેળવી

હોસ્પિટલમાં તપાસ કરી છે હોસ્પિટલમાંથી આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની વિગતો લેવામાં આવી છે. હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવશે અમે અમારા ઉપરી અધિકારીઓને સમગ્ર મામલની તપાસ કરી રિપોર્ટ કરીશું. હોસ્પિટલમાં BHMS કરેલ વ્યક્તિ ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ ન બજાવી શકે : ડો. તેજશ પટેલ, અધિકારી,આયુષ્માન કાર્ડ યોજના

Most Popular

To Top