Vadodara

ખોડિયારનગર માં મંદિર તોડવા આવેલી પાલિકાની ટીમ સાથે લોકોની ઝપાઝપી

પાલિકાની દબાણ શાખાએ ખોડીયાર નગર વિસ્તારમાં મંદિર તોડી પાડતા સ્થાનિકોમા રોષ

પાલિકાની ટીમ અને પોલીસ સાથે રહીશોની ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા


વડોદરા શહેર ખોડીયાર નગર પાસે વુડાના મકાનો આવેલા છે ત્યાં પાલિકાની દબાણ શાખા દ્વારા નિર્માણ થઇ રહેલું મંદિર તોડવામાં આવ્યું, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોગણી માતા અને રામદેવપીર મંદિર પાલિકાની દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકોના વિરોધ સાથે પાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે સ્થાનિકોની રકજક થઈ હતી. કોર્પોરેશન દ્વારા આ મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. લોકોનો રોષ જોઈ પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ ત્યાંથી ભાગતા પણ નજરે પડ્યા હતા. દબાણ શાખા સાથે રાખેલી પોલીસ ટીમ પણ વચ્ચે પડી પછી પણ વિરોધ ચાલુ રહ્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે છેલ્લા પાંચ છ વર્ષથી ખોડીયાર નગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ. એક એક રૂપિયો ભેગો કરી ઘરે ઘરે જઈ રૂપિયા ઉઘરાવી એક ટાઈમ ખાઈને અમે પૈસા બચાવી અમે આ મંદિર બનાવ્યું હતું એ મંદિર પાલિકાને શું નડતું હતું કે સમજાતું નથી. જ્યારે આ વરસાદ અને પૂરમાં પાણી ભરાઈ ગયા ત્યારે કોર્પોરેશને કોઈ ધ્યાન આપ્યું નહિ .કોઈ નેતા આવ્યા નહીં અને અત્યારે અમારી આસ્થાને અમારી ભક્તિને લાગણીને દુભાવવાનું કામ કરવામાં આવ્યું છે. હજુ તો મંદિર બનવાનું કામ શરૂ હતું. ત્યાં દબાણ શાખા દ્વારા આ મંદિર તોડી પાડતા અમારો ઉગ્ર વિરોધ છે. અમારા ઘર જ્યારે તોડી નાખ્યા તેમાં અમે જેટલો વિરોધ નથી કર્યો. પરંતુ અમારા અમારી દેવી દેવતાઓના મંદિર તોડી અમારી ભક્તિ અને આસ્થાને દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
અમારા આવાસના તમામ લોકો રોજ પૂજા પાઠ કરે છે. માતાજીને અહીંયા આગળ બેસાડયા છે. જેનાથી માતા અમારી રક્ષા કરે છે. આ મંદિર બનાવવામાં અમે સરકાર પાસે કોઈ એક રૂપિયો લીધો નથી . અમને મંદિર બનાવી આપો. અમારી આસપાસ કોઈ બીજું મંદિર નથી. જેથી કરીને અમે અમારા આવાસના મકાનોમાં જેટલા જણ રહે છે તે લોકો માટે અહીંયા એક મંદિરનું નિર્માણ અમે ફંડ ઉઘરાવીને કરેલ છે. એક પણ નોટિસ આપી નથી. પોલીસ લઈને આવ્યા અને આ મંદિરને તોડી પાડવામાં આવ્યું. આ મંદિર જૂનું હતું એને અમે નવું મંદિર બનાવ્યું છે. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે અમારા વડીલને ફેટ પકડીને જીપમાં બેસાડી દેવામાં આવ્યા.
ગેરકાયદેસર મકાનો દબાણના કારણે વડોદરા શહેરમાં પુર આવ્યું કેટલાક લોકોને કરોડો લાખો રૂપિયાનું નુકસાન થયું માલેતુજારોના દબાણ તોડવાની જગ્યાએ અમારી આસ્થાને તોડે છે એ યોગ્ય નથી. અમારી હાય પાલિકાના કર્મચારીઓને નેતાઓને લાગશે. અમારા માતાજી એમને સબક જરૂર શીખવાડશે..
માલેતુજારોના મકાનો બંગલાઓમાં જે ગેરકાયદેસર દબાણ કરેલ છે તે કોર્પોરેશનને દેખાતું નથી. તેઓ પાસે રૂપિયા છે. અમારી પાસે રૂપિયા નથી માટે અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમારી માંગણી છે અમને આ મંદિર બનાવવાની પરમિશન પણ આપે અને સરકાર જ બનાવી આપે. પાલિકાએ તોડ્યું છે અને આ જગ્યાનું મંદિર પાછું બનાવી આપવામાં આવે.

પાલિકાની દબાણ શાખાની ટીમના અધિકારીઓનું કહેવું છે કે આ મંદિર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું હતું જેની વારંવાર ફરિયાદ મળી હતી તે કારણે આજરોજ પાલિકા તંત્ર ની દબાણ શાખા અને પોલીસની ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા થોડી રકજક થઈ હતી. પરંતુ પોલીસ સાથે હોય મામલો થાળે પડ્યો હતો અને દબાણ ને દૂર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top