Vadodara

કન્ઝ્યુમર એક્ટીવીસ્ટને આત્મહત્યા કરવા મજબૂર કરનાર માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી વડોદરા લવાયા

મૃતક પી. મુરજાણીની પત્નીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

માનેલી પુત્રી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે કન્ઝ્યુમર એક્ટીવિસ્ટે વાઘોડિયા રોડ પર આવેલા પોતાના જ મકાનના બીજા માળે ગોળી મારી આપઘાત કર્યો હતો. ઘટના બન્યાં છેલ્લા ચાર દિવસથી માતા અને પુત્રી નાસતા ફરતા હતી. દરમિયાન બંને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ વાગ્યા હોવાનું જાણવા મળતા પોલીસની ત્રણ ટીમો ત્યાં રવાના કરાઈ હતી. દરમિયાન ભાવનગર હાઇવે પર રંગોળા ગામે પાસેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને વડોદરા લેવી પોલીસે મૃતક પી મૂરજાણીની પત્નીની ફરિયાદના આધારે માતા પુત્રી સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કન્ઝ્યુમર એક્ટીવિસ્ટ અને વાઘોડિયા રોડ પર નારાયણ ડુપ્લેક્સમાં રહેતા પુરુષોત્તમ મૂરજાણી પોતાની પત્ની સાથે રહેતા હતા. તેમને સંતાનમાં કોઇ બાળક ન હોય કોમલ સિકલીગરને તેની પુત્રી તરીકે માની હતી. તેઓએ તેમને રહેવા માટે તમામ સગવડ પુરી પાડતા હતા. તાજેતરમાં પી મુરઝાણીએ કોમલને મર્સિડીઝ કાર લઇને આપી હતી. પરંતુ કારમાં તેમની પોતાની પત્ની જાગૃતિને બેસાડીને તેના ભાઇઓને બતાવવા માટે ગયા હતા. ત્યારે કોમલ અને તેની માતા સંગીતાએ પુરષોત્તમ મુરજાણીને ફોન કરીને ગાળો આપી ધમકા કાવ્યા હતા કે જો તુ મારી કારમાં કેમ તારી પત્ની બેસાડી. જો તુ તારી પત્ની સાથે સંબંધ નહી રાખે તો તારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવીશુ. જેથી ચાલીસ વર્ષના કેરીયરમાં દાગ લાગશે તેવા બદનામીના ડરતથી 8 નવેમ્બર ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનના બીજા માળે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા જ પીવી મૂરજાણીએ વકીલ, પ્રેસ સહિતના મિત્ર વર્તુળમાં મેસેજ દ્વારા ટાઇપ કરેલી સુસાઇડ નોટ વાઇરલ કરી હતી. જેમાં તેણે માનેલી દીકરી કોમલ અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી માતા, પુત્રી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા ચાર દિવસથી સતત અલગ અલગ વિસ્તારોમાં નાસતા ફરે છે. પોલીસ દ્વારા તેમના ફોન તથા બેંક ડીટેઇલ કઢાવવામાં આવી છે. પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે સતત ફરાર માતા પુત્રીની તપાસ કરતા લોકેશન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીઆઇ એચ એમ વ્યાસે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત તરફ રવાના કરી હતી. દરમિયાન ભાવનગર હાઇવે પર રંગોળા ગામ પાસેથી માતા-પુત્રીને ઝડપી પાડ્યા હતા. મૃતક પી મૂરજાણીની પત્નીની ની ફરિયાદના આધારે પોલીસે માતા પુત્રી વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top