દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–
પાંચ હજારની લાંચ લેતા સંજેલીના નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર ઝડપાયા
By
Posted on