Vadodara

વડોદરા : કેનેડામાં નોકરી અપાવવાનું કહીને ભેજાબાજે કેમિસ્ટ પાસેથી રૂ.1.21 લાખ ખંખેર્યા

વડોદરા તા.8

વડોદરાના ડભોઇ રોડ સોમાતળાવ વિસ્તારમાં રહેતા કેમિસ્ટ યુવકને કેનેડામાં નોકરી અપાવવાનું કહીને વિઝા એજન્ટે રૂ.1.21 લાખ ખંખેરી લીધા હતા. 10 માસનો સમય થઈ ગયો હોવા છતાં કેનેડા ખાતે નોકરી માટે નહિ મોકલતા યુવકે એજન્ટનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો સ્વીચ ઓફ આવતા તેની ઓફિસે જઈને તપાસ કરતા ઓફિસ પણ બંધ હતી. જેથી યુવકે એજન્ટ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ડભોઇ રોડ પર સોમાતળાવ વિસ્તારમાં ઓમ રેસીડેન્સીમાં રહેતા જીગ્નેશ નરેશભાઈ ભાટીયા ઝાઈડસ કેમીકલ કંપની જંબુસર ખાતે કેમીસ્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ 2021માં એકલે ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામની કંપની તરફથી ન્યુઝ પેપરમા જાહેરાત આવી હતી. ઉપરાંત તેમના મિત્રો દ્વારા પણ જાણવા મળ્યું હતું કે તેમનો મોબાઇલ નંબર ૫ણ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામની કંપની ખાતે નોકરી કરતા ચાંદની શાહને આપ્યો હતો. આ ચાંદની શાહે તેમને ફોન કરી જણાવ્યું હતું કે એકલે ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામની કંપની વિદેશમાં નોકરી માટે તેમજ પીઆર માટેનુ કામ કરે છે અને આ કંપનીના માલિક ખંતીલ અજય શાહ છે. જેથી તેઓએ ફોન દ્વારા કંપનીના માલિક ખંતીલ શાહનો સંપર્ક કરી તેઓની સારાભાઈ કેમ્પસ ખાતે આવેલી એટલાન્ટીક વાઇટસનું ઓફીસમા મળવા ગયા હતા ત્યારે ત્યા કામ કરતી શિવાની માંડતા તેણે કહ્યું હતું કે નોકરી તથા પીઆર માટેની તેમની કંપની તરફથી ઓફર છે. તેમને નોકરી માટે કેનેડા ખાતે જવું હોય તેઓને કેનેડા ખાતે જવાનો ખર્ચ બાબતે પુછતા રૂ.13 લાખ બતાવ્યો હતો. પરંતુ વાતચીત બાદ ખંતિલ શાહે તેમનેને કેનેડા જવાનો રૂ.11.80 લાખ ખર્ચો થશે. જે તેમને યોગ્ય હોય તેઓને વર્ક પરમીટ તથા પીઆરની કામગીરી કરવા માટે જણાવતા તેઓએ ફાઈલ અંગેની કામગીરી માટે સૌપ્રથમ રૂ.5200 ફાઇલની લોગ્રીન ફીના માંગતા ખંતીલ શાહના એકાઉન્ટમાં ઓનલાઇન જમાં કરાવ્યા હતા. જેથી તેઓએ કેનેડા માટે વર્ક પરમીટની કામગીરી શરૂ કરી સીએસકે પ્રોસેસની ફી, ફ્રેંચ ભાષા શિખવા માટેના કલાસના તથા એલએમઆઈએ એજન્સી મની ફી સહિતના ખર્ચ પેટે રૂ.1.21 લાખ પડાવ્યા હતા અને તેઓએ મારૂ વર્ક પરમીટ અંગેનુ કામ શરૂ કર્યું હતું પરંતુ આ ખંતીલ શાહે આઠથી દસ મહિના થઈ ગયા હોવા છતાં તેમને કેનેડા ખાતે નોકરી માટે મોકલ્યા ન હતા તેમજ તેઓને ફોન કરતા તેઓની ફોન બંધ કરી દીધી હતો. જેથી તેઓએ એજન્ટની ઓફીસે જઈને તપાસ કરતા તેઓની ઓફીસ પણ બંધ હતી. ખંતીલ શાહએ તેમને કેનેડામાં નોકરી અપાવવાનું કહીને તેમની પાસેથી રૂ.1.21 લાખ પડાવી છેતરપિંડી આચરી છે. જેથી જીગ્નેશ ભાટીયા ઠગ એજન્ટ વિરુદ્ધ ખંતીલ શાહ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top