પામોલીન તેલના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી સીંગતેલ-કપાસિયા તેલના ડબ્બાના ભાવ ઘટવાની શકયતા નહીવંત :
કપાસિયા 50,સિંગતેલ 10,અને પામોલીન તેલમાં 85 રૂનો ભાવ વધારો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરમાં દિપાવલીના તહેવારો બાદ ખાદ્ય તેલના ભાવોમાં વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે. કપાસિયા તેલમાં 50 રૂપિયા સિંગતેલના ભાવમાં દસ રૂપિયા અને પામોલીન તેલના ડબ્બામાં 85 રૂપિયાનો ધરખમ ભાવ વધારો થયો છે.
દિવાળી બાદ તેલના ભાવમાં વધારો જોવા મળતા ગૃહિણીઓના બજેટ ઉપર માટી અસર પડી છે. નવા વર્ષના પ્રારંભે મોંઘવારીનો માર ખાદ્ય તેલના ભાવમાં પંચાયતીનો વધારો જોવા મળ્યો છે. જેમાં સીંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જેથી નવો ભાવ રૂપિયા 2640, જ્યારે સૌથી વધારે મધ્યમ વર્ગીય પરિવાર દ્વારા વપરાતું તેલ એવા કપાસીયા તેલને ડબ્બામાં 50 રૂપિયાનો વધારો જોવા મળતા નવો ભાવ રૂ.2230/- જોવા મળે છે. જ્યારે ફરસાણ તેમજ નમકીનના ઉત્પાદકો ને અનુકૂળ એવા પામોલીન તેલના ડબ્બામાં 85 નો ધરખમ ભાવ વધારો જોવા મળ્યો છે જેથી તેનો નવો ભાવ રૂ.2155/- થયો છે તેલના વ્યાપારીઓનું માનવું છે કે, જ્યારે પામોલી તેલના ભાવ ઓછા થશે ત્યારે જ અન્ય તિલોના ભાવમાં ઘટાડો જોવા મળશે. હાથીખાના તેલના વેપારી ધીરેનભાઈ શાહે જણાવ્યું હતું કે મુખ્ય કારણ પામોલીન તેલ છે. જેનો શોર્ટ સપ્લાય છે. ઉપર બંધ હતું અને અહીંયા પણ તહેવારના કારણે બધા માર્કેટ બજારો હતા. હવે ધીરે ધીરે સાતમ પછી ચાલુ થઈ જશે. રેગ્યુલર પણ પામોલીન તેલનો ભાવ ખૂબ જ વધી ગયો છે. એટલે કપાસિયા અને સીંગતેલમાં થોડો વધારો આવ્યો છે. સિંગતેલમાં હજુ એટલો બધો વધારો આવ્યો નથી. તેલ કોમ્યુનિટી બજાર છે. એટલે તેલના ભાવમાં વધઘટ રહ્યા કરવાના કપાસિયા તેલમાં પણ હવે તો 50 રૂપિયા વધ્યા છે, પણ જ્યાં સુધી પામોલીન તેલનો ભાવ ઘટે નહીં ત્યાં સુધી તેલના ભાવો ઘટવાની શક્યતા લાગતી નથી.