વડોદરા શહેરના વડસર કલાલી વિસ્તારમા ખિસકોલી સર્કલ પાસે સરકારી વુડાના આવાસ યોજનાના મકાનો ખાતે ગંદકીના સામ્રાજ્યને લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યાં જય સંતોષી નગર ખાતે આ ગંદકીને લઈને પ્રમુખે વારંવાર જવાબદાર પાલિકા અધિકારીઓને ધ્યાન દોર્યા છતા અધિકારીઓ સાફ સફાઈ ના કરાવતા હોવાના આક્ષેપો પણ કર્યા છે. ત્યારે ગંદકીને લઈને આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તેઓ ભય હોવાથી ગંદકી હટાવી સાફ-સફાઈ કરવાની પ્રમુખે માગ કરી હતી.
જય સંતોષી નગરના સ્થાનિકોએ પણ આ બાબતે તંત્ર વિશે રોષ વ્યક્ત કરતા વહેલી તકે સાફ-સફાઈની ઈચ્છા વ્યક્ત કરી છે.
સ્થાનિકોનું કેવું છે વારંવાર અનેકવાર ઝોનના અધિકારીઓને જણાવ્યું છે, ફરિયાદો કરી છે છતાં કચરાના ઢગલા ખૂબ દુર્ગંધ મારે છે . જેનાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ થયો છે. જેના કારણે બીમારીનો ભય ફેલાયો છે. અનેકવાર અધિકારીઓને ટેલીફોનિક અને લેખિત અરજીઓ આપી છતાં કોઈ અધિકારી જોવા પણ આવતા નથી કે કચરો ઉપાડતા નથી.
છેલ્લા દસ દિવસથી ફોન કરીને આ કચરો ઉપાડવા માટે ફરિયાદ કરી છે. આ 700 મકાનોનો વિસ્તાર છે. બબ્બે માણસો મોકલે છે બે માણસોથી કંઈ કામ થાય? અધિકારી મિતેશભાઇ બારીયાને ફોન કર્યા પછી પણ તેઓ ફોન ઉપાડતા નથી. અમારે જવું ક્યાં? ટેક્સના રૂપે એમનો પગાર થતો હોય છતાં સાંભળતા હોય તો આ પ્રજાએ જવું ક્યાં? અહીંયાથી કચરાના ડબ્બા જે મૂકવામાં આવ્યા છે તે ડબ્બા ભરાઈ જાય છે અને ડબ્બાની બહાર પણ કચરો નાખે છે. એટલી બધી ગંદકી છે કે એ સમસ્યા તત્કાલીક રૂપે અધિકારીઓ અમારી વાત સાંભળે અને આ સમસ્યાનો ઉકેલ જલ્દી માં જલ્દી આવે એવી અમારી માંગ છે.