Vadodara

વડોદરામાં નશામાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા, કારમાંથી દારૂની બોટલો મળી



વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. બાદમાં ઘટનાસ્થળે લોકોનું મોટુ ટોળુ એકઠું થઊ ગયું હતું . જેમાં તેમને કારમાં બેઠેલા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની વાત સામે આવી છે.
તો બીજી તરફ કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટનામાં પોલીસે કાર માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, જો કાર પલટી ન હોત તો ચોક્કસ તથ્ય વાળી થાત!

આરોપીઓના નામ:+

ફાલ્ગુન સતિષભાઈભાઈ રાઠોડ (રહે. ઈ/72 જયનિધિ ટાઉનશીપ દિવાલીપુરા, વડોદરા)
રોહન રાકેશસિંહ કુસ્વાહ )રહે. 85 દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ, વડોદરા)
રાહુલ રાકેશસિંહ કુસ્વાહ (રહે. 85 દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ, વડોદરા (કાર ચાલક))
આકાશ ઈશ્વરભાઈ વસાવા (રહે. બી/02 કુંજ સોસાયટી બાપુની દરગાહ સામે ગોરવા, વડોદરા (કાર માલિક)

પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી દારૂની 1 બોટલ મળી આવી હોવાથી ગાડી માલિક આકાશ વસાવા વિરુદ્ધમાં દારૂનું સેવન અને મુદ્દામાલ રાખ્યા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ ગાડી ચાલક અને માલિક સિવાયના કારમાં સવાર બે યુવક વિરુદ્ધમાં દારૂનું સેવન કરેલ હોવાથી તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કંટ્રોલરૂમ તરફથી વર્ધિ મળી કે ડોમિનોઝ પિત્ઝાની સામે એક કાર પલટી ખાઇ ગઇ છે. તે બાદ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે સમયે કાર પલટી ખાઇ ગઇ હતી અને કારમાં સવાર યુવકો અને કેટલાક લોકો વચ્ચે ખેંચા-ખેંચી થઇ રહી હતી. બાદમાં કારચાલક સહિતનાને પોલીસ છોડાવીને ગોરવા પોલીસ મથક લઈ ગઈ હતી.પોલીસ સ્ટેશનમાં તેઓનું નામ પૂછતા રાહુલ રાકેશભાઇ કુશ્વાહા (રહે. દર્શનમ, સમા-સાવલી રોડ, વડોદરા) અને રોહન રાકેશાઇ કુશ્વાહા હોવાનું જણાવ્યું હતું. તેણે તોતડાતી જીભે કહ્યું કે, તે પોતે આકાશ ઇશ્વરભાઈ વસાવા, ફાલ્ગુન સતિષભાઈ રાઠોડ અને રોહન ઇનઓર્બિટ મોલ પાસેથી નાસ્તો લઇને રેસકોર્ષ જવા માટે નીકળ્યા હતા. તેવામાં રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી હતી, જેમાંથી બે યુવકે દારૂ પીધો હતો અને આકાશે પીધો ન હતો.
ત્યાર બાદ ફાલ્ગુન રાઠોડને રેસકોર્ષ છોડવા જતા કાર પૂર ઝડપો હંકારવામાં આવી હતી. જેમાં સ્ટીયરીંગ પરનો કાબુ ન રહેતા ગાડી ડિવાઇડર જોડે અથડાઈને બાદમાં ડિવાઈડર પર રહેલા ઝાડ સાથે ટકરાઈને કાર સામેના રસ્તા પર પહોંચી ગઈ હતી. જે બાદ રોહનને લોકો જોડે બોલાચાલી થઈ હતી અને તેને પકડી લીધો હતો. અન્ય બે મિત્રો ગભરાઇને જતા રહ્યા હતા.

Most Popular

To Top