શામિયાણા બાંધવા સહિત તળાવની સાફ-સફાઈ ની કામગીરી શરૂ કરવામાં તંત્રનો પણ સહયોગ
હરણી તળાવ ખાતે 15000 થી 18000 લોકો છઠપૂજા કરવા આવવાની સંભાવના
હરણી તળાવ સહિત બાપોદ, કમલાનગર તળાવ માં પણ કરવામાં આવશે છઠ પૂજા, 1200 લોકો માટેનો ભંડારા નું આયોજન પણ કરવામાં આવશે
વડોદરામાં છઠ પૂજાને લઈ શહેરના ત્રણ તળાવ સાફ સફાઈ કરી છઠપૂજા નું આયોજન સારી રીતે થાય ભક્તો સારી રીતે પૂજા કરી શકે તે સંદર્ભે તળાવમાં તૈયારી કરવામાં આવી હતી. આ છઠ પૂજા આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની એમ ચાર દિવસીય મહાપર્વ છઠ પૂજામાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. મંત્ર ઉચ્ચાર સાથે છઠપૂજા મહોત્સવ નો પ્રારંભ થયા બાદ શ્રદ્ધાળુઓએ તળાવના જળમાં ઊભા રહી આથમતા સૂર્યને અર્ધ આપી પૂજા પૂર્ણ કરે છે. આ પર્વ કેટલાક લોકો નિર્જળા ઉપવાસ કરીને છઠ પૂજા કરતા હોય છે. વડોદરામાં અંદાજે અઢીથી ત્રણ લાખ જેટલા હિન્દી ભાષા લોકોને રહે છે. જે છઠના દિવસે નદી અથવા તળાવમાં પાણીમાં ઊભા રહી આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરે છે તેથી આ વર્ષે પણ ચાર દિવસ છટપૂજાની ઉજવણી થવાની હોય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારતક માસની છઠના દિવસે છઠ પૂજા કરવામાં આવે છે છઠ પૂજાના દિવસે નદી તળાવ કિનારે આથમતા સૂર્ય સાથે પૂજાની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની પૂજા સાથે છઠ પૂજા સંપન્ન થાય છે. છઠના એક દિવસ અગાઉથી જ્ઞાન ધ્યાન પૂજા કર્યા બાદ ભાત, કોળાનું શાક , ચણાની દાળ , અને ચટણી ખાઈને વ્રતની શરૂઆત કરે છે કેટલાક લોકો નિર્જળા ઉપવાસ કરીને પણ છઠ પૂજા કરે છે.