Vadodara

વડોદરા : કલાલી ગામમાં અસ્થિર મગજના યુવકને માર મારતા મોત, 5 કુટુંબીની ધરપકડ

વડોદરા તારીખ 1
વડોદરાના કલાલી ગામમાં રહેતો અસ્થિર મગજનો યુવક કુદરતી હાજતે ગયો હતો. તે દરમિયાન તેને રસ્તામાં ગાળો બોલતો હતો તે દરમિયાન તેના જ કુટુંબના પાંચ જેટલા લોકોએ મૂઢમાર માર્યો હતો. ભાઈને છોડાવવા પડેલા નાનાભાઈ સહિત માતા પિતાને પણ પાંચ જણાએ માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાઈ ગયેલા યુવકને 108 એમ્બ્યુલન્સમાં માટે લઈ જતા હાજર તબીબી હોય તેને મૃત જાહેર કર્યો હતો. નાનાભાઈની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરની કલાલી ગામમાં રહેતા દિપકભાઈ મનુભાઈ રાઠોડ ફરીયાદ નોંધાવી છે કે 31 ઓક્ટોબરના રોજ દિવસ મારાભાઈ મંગળભાઈ અસ્થિર મગજના હોય બાંધી રાખતા હતા પરંતુ સાંજના સમયે તેમને વાગે છુતા કર્યા હતા અને તે નદી તરફ કુદરતી હાજતે ગયા હતા. જે ઘણા સમય સુધી પરત નહી આવતા મે મંગળભાઈ જે દિશામા ગયા હતા. તે દિશામા હું તેમની તપાસ કરવા ગયો હતો કોઇ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ હું મારા ઘરે આવતો હતો અને રાત્રીના અમે જમવાની તૈયારી કરતા હતા ત્યારે આશરે નવ એક વાગે અમારા ફળીયામાં આવેલા ભાથુજી મહારાજના મંદીર તરફ લોકોના ઝઘડાનો અવાજ સંભળાતા હું પર બહાર નીકળી તપાસ કરતા મારા ભાઈ મંગળ સાથે રાત્રીના સવા નવ વાગે નરેશ જયંતીભાઈ રાઠોડીયા, ભગવાનદાસ રમણભાઈ રાઠોડીયા, કરણ ભગવાનદાસ રાઠોડીયા, માનવ મહેશભાઈ રાઠોડીયા અને ઘનશ્યામભાઈ રમણભાઈ રાઠોડીયા મારા ભાઇ મંગળ સાથે ઝઘડો કરતા હતા. મારા ભાઈ મંગળને મૂઢ માર માર્યા બાદ તેને ઉચકીને નીચે ફેકતા પછાડ્યો હતો. જેથી મેં મારા ભાઈને વચ્ચે પડી મારા ભાઈને લઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કરતા તેઓએ મને પણ માર મારવાની ધમકી આપી હતી. મારા પિતા મનુભાઈ મંગળને છોડાવવા જતા મારા પિતાને ઘનશ્યામભાઈ, માતા ગંગાબેન તથા પત્ની કૈલાસબેન આવી ગયા હતા અને મંગળભાઈને મારશો નહી તેવુ કહેતા મારા માતા અને પત્નીને પણ માર મારવાની ધમકી આપી હતી. મારા ભાઈ મંગળને અમારા ઘર તરફ લઈ જતા હતા ત્યારે પાંચેય જણાએ માર મારવા ફરી વળતા અમે મંગળભાઈને બળીયા દેવના મંદીર પાસે છોડીને અમારા પર તરફ જતા રહયા હતા. અમને મારવાની બીકે રાત્રીના ઘરની બહાર નીકળેલ નહી આજરોજ સવારના આશરે છ છ વાગે મારા ભાઈ મંગળને શોધવા માટે બળીયાદેવ મંદીર તરફ ગયેલ ત્યારે મારો ભાઈ મંગળભાઈ ત્યા પડેલો હતો. મે તેને જગાડતા તે જાગેલ નહી, જેથી હું અને મારા પત્ની કૈલાસબેન મંગળભાઈને ઉચકીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે હાજર ડોક્ટરે મંગળભાઈને મરણ જાહેર કર્યા હતા. જેથી આટલાદરા પોલીસે મોતને ઘર ઉતારનાર નરેશ જયતીભાઇ રાઠોડીયા, ભગવાનદાસ રમણભાઇ રાઠોડીયા, કરણ ભગવાનદાસ રાઠોડીયા, માનવ મહેશભાઈ રાઠોડીયા અને ઘનશ્યામભાઈ રમણભાઈ રાઠોડીયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top