દાહોદ સિટી સર્વે કચેરીના સિરસ્તેદાર તેમજ મેન્ટનન્સ સર્વેયરની ધરપકડ
દાહોદમાં જમીનોના નકલી એનએ હુકમોના મામલે દિવાળી ટાણે પોલીસે બે અધિકારીઓની ધરપકડ કરી છે અને બન્ને અધિકારીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ પોલીસ દ્રારા હાથ ધરાઈ છે.
દાહોદમાં તાલુકા વિસ્તારમાં આવેલા સંદીગ્ધ 219 જેટલા સર્વે નંબરો મળી આવ્યા હતા. જ્યાં જમીન માલિકો ઉપર તો ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે સીટી સર્વે કચેરીના બે અધિકારીઓ જેમાંથી સીટી સર્વે કચેરીના શીરસ્તેદાર દિનેશ પરમાર અને સર્વેયર રાહુલ ચાવડા બન્ને અધિકારીઓની મિલી ભગત હોવાને કારણે તેમની પોલીસ દ્રારા ધરપકડ કરાઈ છે. તો સાથેજ બન્ને અધિકારીઓને ફરજ પરથી મોકુફ પણ કરાયા છે. જોકે જાણવા મળયા અનુસાર આ બન્ને અધિકારીઓએ કાયદેસર પ્રક્રિયા વિરુદ્ધ જઈને સરકારી રેકર્ડ સાથે ચુનો ચોપડ્યો છે. પોલીસે બન્ને અધિકારીઓની ધરપકડ કરી છે. બન્ને અધિકારીઓને કોર્ટમાં રજુ કરાયા છે . પોલીસ દ્રારા રીમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. તો હવે રીમાન્ડ દરમિયાન બન્ને અધિકારીઓ દ્રારા કરેલા ખોટા કામોને લઈને ખુલાસાઓ થશે. પોલીસમાં દાખલ થયેલી ચાર ફરિયાદોમાં બન્ને અધિકારીઓની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે બન્ને સરકારી બાબુઓએ કાયદેસરની પ્રક્રિયા વિરૂદ્ધ ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં બંનેની સંડોવણી સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.