ઘટના બન્યાને બે દિવસ થવા આવ્યા છતા પોલીસ દ્વારા સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, કોને બચાવવાની કોશિશ થઈ રહીં છે?
તારીખ ૩૦ ઓક્ટોબર ની રાત્રે કારેલીબાગ ખાતે લાગેલી વિકરાળ આગ લગભગ 30 ફૂટ હાઈટના આખા ઝાડમાં અને બાજુમાં સરકારી ટ્રાન્સફોર્મરમાં ફેલાઈ હતી. આઠેક જેટલા છાકટા નબીરાએ વસાહતોનાં રહીશો અને આસપાસના અન્ય રહીશોની જાનને મુશ્કેલીમાં મુકી હતી
આગનાં કારણે સરકારી સંપતિ તેમ જ પ્રાઇવેટ સંપતિ ને નુકશાન થયું છે અને તે સંદર્ભમાં ઘટનાને લગતા આજુબાજુના લોકોને CCTV કેમેરાના રેકોર્ડિંગ ચેક કરતાં ફટાકડા જવાબદારી પૂર્વક ફોડવાની જગ્યાએ બેજવાબદાર અને બેફામ બની ફટાકડા ફોડયા હતાં બનાવ બાદ તે માટે જવાબદાર અંદાજે ૭-૮ લોકો બનાવ બાદ કાળા કલર ની થાર તથા સફેદ કલરની કારમાં ભાગી ગયા હતા. સ્થાનિક લોકો અનુસાર તમામ દારૂ પીધેલા હતાં ને સાચવીને ફટાકડા ફોડવા કહેતાં ગાળાગાળી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો.
ઘટનાને બે દિવસ થયા હોવા છતાં અને આજુબાજુના જવાબદાર રહીશોએ ફરિયાદ કરવા છતાં પોલીસે હજુ સુધી કોઈ એફઆઇઆર પણ કરી નથી. જે દર્શાવે છે કે તે તમામ નબીરાઓ રઈશ બાપની બગડેલી ઓલાદો હશે. જેમણે પૈસાથી બધું સગેવગે કરી નાખ્યું હોય એવું લાગે છે. એટલે આ આખી ઘટનાની વધુ તપાસ જરૂરી છે. જેથી દોષિતો ને સજા થાય ને આવાં બનાવ ભવિષ્યમાં બનતા રોકી શકાય ને સલામત તહેવાર ઊજવી શકાય. જેથી શહેરના નાગરિકો તહેવારોમાં શાંતિ અને સલામતીનો અનુભવ કરી શકે અને બીજા છાકટા બનેલા લોકોની બેદરકારી અને ભૂલનો ભોગ ન બને.