Vadodara

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ૨૧૦૦ દીપક પ્રજ્વલિત કરાયા





• આજે જયારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વ દિપાવલી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરેછે ત્યારે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની પરંપરા અનુસાર શ્રી પ્રભુ સુખાર્થે દિપાવલી પર્વ ઉજવાયો.

• પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મનોરથ સ્વરૂપે તારીખ ૩૧/૧૦/૨૪ ગુરુવાર ના રોજ દિપાવલી પર્વ નિમિત્તે ૨૧૦૦ દિવડા થી ભવ્ય દિપદાન મનોરથ યોજાયો જેમાં સુંદર રંગોળી ની સજાવટ સાથે દીપ ઝળહળતા થયા સાથે કાન જગાઈ ના પણ સુંદર દર્શન થયા જેમાં શ્રી પ્રભુ સન્મુખ પરિસર માં ઠાકોરજી ની પ્રિય ગૌમાતા ને પધરાવીને એમને પૂજ્ય શ્રી દ્વારા ગાય ના કાન માં અન્નકૂટ માં પધારવાનું આમત્રણ આપવામાં આવ્યું અને ત્યારબાદ હટડીદર્શન પણ થયા જેનો હજારો ની સંખ્યા માં ભાવિકો એ દર્શન નો લાભ ગ્રહણ કર્યો..

• તારીખ ૨/૧૧/૨૪ શનિવાર ના નૂતન વર્ષ ના દિવસે સવારે ૮.૦૦ કલાકે ગોવર્ધન પૂજા ના દર્શન થશે તથા બપોરે ૨.૦૦ થી ૭.૦૦ કલાકે શ્રી પ્રભુ સુખાર્થે અન્નકૂટ મહોત્સવના દર્શન થશે. સાથેજ નવ વર્ષ નિમિતે વૈષ્ણવોને પૂજ્ય શ્રી ના આશિર્વાદ નો પણ લાભ પ્રાપ્ત થશે.

Most Popular

To Top