ફેક્ટરીમાં સાથે કામ કરતા સહકર્મીના પરિચયમાં આવેલી યુવતી મિત્રતા બાદ પ્રેમમાં પડી
યુવતીનો પરિવાર બે દિવસથી યુવતી ઘરે ન આવતા ચિંતામાં મૂકાયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
ગોરવાની ખાનગી ફેક્ટરીમાં સહકર્મી સાથે મિત્રતા બાદ પ્રેમમાં પડેલી યુવતી છેલ્લા બે દિવસથી ઘરે જાણ કર્યા વિના બોયફ્રેન્ડ સાથે રોકાઇ જતાં પરિવારે અભયમની મદદ લીધી. અભયમની સમઝાવટથી આખરે યુવતી પરિવાર સાથે જવા સહમત થઇ.
પ્રાપ્ત અહેવાલ મુજબ. ગતરોજ 181 અભયમ ટીમને કોલ મળ્યો હતો જેમાં બે દિવસથી યુવતી ઘરે ગયેલ નથી જેથી અભયમ ટીમ, બાપોદ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરના ગોરવા વિસ્તારમાં એક ખાનગી ફેક્ટરીમાં કામ કરતી યુવતીને તેના સહકર્મી સાથે પરિચય થયો હતો આ પરિચય મિત્રતામાં ફેરવાયો હતો જે આગળ જતાં પ્રેમમાં પરિણમ્યો હતો. છેલ્લા બે દિવસથી યુવતી કોઇને ઘરે જાણ કર્યા વિના જ પોતાના બોયફ્રેન્ડ સાથે અન્ય જગ્યાએ રહી ઘરે ન જતાં પરિવારે શોધખોળ બાદ અભયમને જાણ કરી હતી ત્યારે અભયમે પરિવારને સમગ્ર બાબતે પૂછપરછ કરતાં યુવતીને તેનો સહકર્મી યુવક ઘણીવાર ઘરે મૂકવા માટે આવતો હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે અભયમની ટીમે તે યુવકની પૂછપરછ કરતા પ્રથમ તેણે પોતાને યુવતી વિષે ક્યાં છે તે ખબર ન હોવાનું જણાવ્યું હતું. આખરે તપાસ કરતાં યુવતી પોતાના સહકર્મી બોયફ્રેન્ડ સાથે બીજાના ઘરે કોઇને ઘરમાંપણ જાણ કર્યા વિના રોકાવવુ યોગ્ય નથી પરિવાર ચિંતા કરે હેરાન થાય તે યોગ્ય નથી. જો કોઇ અનિવાર્ય કારણોસર રોકાવવુ પડે તો પરિવારને જાણ કરવી જોઈએ સાથે સાથે પરિવારને સમજાવ્યું હતું આખરે યુવતી પરિવાર પાસે જવા સહમત થઇ હતી.